Ahmedabad News/ શ્રાવણમાં રક્ષાબંધન અને સોમવારનો અનોખો શિવસંગમ, ચકલેશ્વર મહાદેવમાં ભક્તોનું ઘોડાપૂર

શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે અને આ વખતે રક્ષાબંધન અને શ્રાવણ માસના સોમવારનો અનોખો શિવસંગમ જોવા મળ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. અમદાવાદના ચકલેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. અમદાવાદમાં ચકલેશ્વર મહાદેવનું મંદિર 400 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. ભક્તોએ ભગવાન શિવને બીલીપત્ર અને જળનો અભિષેક કર્યો છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 98 1 શ્રાવણમાં રક્ષાબંધન અને સોમવારનો અનોખો શિવસંગમ, ચકલેશ્વર મહાદેવમાં ભક્તોનું ઘોડાપૂર

Ahmedabad News: શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે અને આ વખતે રક્ષાબંધન અને શ્રાવણ માસના સોમવારનો અનોખો શિવસંગમ જોવા મળ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. અમદાવાદના ચકલેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. અમદાવાદમાં ચકલેશ્વર મહાદેવનું મંદિર 400 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. ભક્તોએ ભગવાન શિવને બીલીપત્ર અને જળનો અભિષેક
કર્યો છે.

અમદાવાદની મધ્યમાં આવેલા રાયપુર ખાડિયા વિસ્તારમાં  રાયપુર પાસે ચકલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શિવાલય આશરે 450 વર્ષ જુનું છે. તેની સ્થાપના પેશ્વાકાળમાં કરવામાં આવી હતી. પેહલા નાની દેરી બનાવવામાં આવી હતી બાદમાં બીજીવાર કાચનું મંદિર બનાવવામાં આવ્યું હતુ અને 70 વર્ષ પહેલા ત્રીજીવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ચકલેશ્વર મહાદેવ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જેનો ત્રણ વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પેશ્વાકાળમાં બનાવવામાં આવેલા આ મંદિરનો દેરીની રૂપમાંથી સ્થાનિક લોકોએ ત્રીજીવાર જીર્ણોદ્ધાર કર્યો ત્યારે મંદિરને મોટુ બનાવ્યું. ભારતી આશ્રમના અવન્તિકા ભારતી બાપુની પ્રેરણા અને આશીર્વાદથી ભાણાભાઈ ત્રિવેદીએ ટ્રસ્ટી મંડળ સાથે મળી ગિરનારની પ્રતિકૃતિ જેવુ કલાત્મક મંદિર બનાવ્યુ.

ચકલેશ્વર મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન છે જ્યારે બીજી તરફ હનુમાન દાદા બિરાજમાન છે. મંદિરમાં પ્રભુના શિવલિંગની પાસે એક તરફ ગણેશજી છે અને બીજી તરફ શિવ પરિવાર બિરાજમાન છે વારે તહેવારે મંદિરે અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે, જેમાં સંગીત સંધ્યાનુ પણ આયોજન કરવામાં આવે છે અને દેશના નામી સંગીતકારો વિના મૂલ્યે લોકોને સંગીત પીરસીને પોતે પણ મહાદેવની ભક્તિ કર્યાનો અહેસાસ કરે છે.

ચકલેશ્વર મહાદેવ મંદિરમા શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દ્વારા દૂધ,જળ, કળા તલ, બિલિપત્ર ચડાવવામાં આવે છે. ચકલેશ્વર મહાદેવ મંદિરમાં અખંડ જ્યોત આવેલી છે. એ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભકતો મંદિરે આવે છે. ચકલેશ્વર શિવાલયમાં શિવરાત્રીએ ભગવાનને સુંદર શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. બાળપણથી નિયમિત મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો શહેરમાં બીજે સ્થળાંતર થયા બાદ વારે તહેવારે ચકલેશ્વર મહાદેવના દર્શન કરવા અચૂક આવે જ છે. શ્રાવણ માસ દરમિયાન અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ જામે છે મંદિરમાં લઘુરુદ્ર તથા મહારુદ્રનું આયોજન કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શ્રાવણનાં બીજા સોમવારે શિવને કેવી રીતે પ્રસન્ન કરશો???

આ પણ વાંચો: શ્રાવણના પવિત્ર મહિનામાં વડોદરામાં જીવના જોખમે લોકો કરે છે મહાદેવના દર્શન

આ પણ વાંચો: શ્રાવણમાં શિવનાં મંત્ર બદલશે તમારૂ ભાગ્ય, દૂર થઈ જશે કષ્ટો

આ પણ વાંચો: પોસ્ટ વિભાગની શ્રાવણ માસમાં ભક્તોને મોટી ભેટ, ઘરે બેઠા મળશે સોમનાથ આદિ જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ