પૂર્વ ભારતીય ઓફ સ્પિનર રમેશ પોવારની ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ આજે સાંજે તેની જાહેરાત કરી. ભારતની મહિલા સીનિયર ટીમ માટે BCCI ને કુલ 35 અરજીઓ મળી હતી, જેમાંથી કુલ 8 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જેમા 42 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મેચ જીતી ગયો હતો.
ક્રિકેટ / શ્રીલંકા ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા કુશલ પરેરા, કરુણારત્ને અને મેથ્યુઝ ટીમમાંથી બહાર
આ પદ માટે મુખ્ય કોચ ડબલ્યુવી રમન, પૂર્વ કોચ રમેશ પોવાર, ભૂતપૂર્વ ક્રિકેટર અજય રાત્રા અને ઋષિકેશ કનીતકરે મદન લાલની અધ્યક્ષતાવાળી સલાહકાર સમિતિને ઇન્ટરવ્યુ આપ્યા હતા. આ સલાહકાર સમિતિમાં મદન લાલ ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ સુલક્ષણા નાઈક અને રૂદ્ર પ્રતાપ સિંહ પણ હતા. આ ત્રણેએ સર્વાનુમતે પોવારને કોચ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આપને જણાવી દઈએ કે, પોવારે ભારતીય ટીમ માટે 2 ટેસ્ટ અને 31 વનડે મેચ રમી છે. ખેલાડી તરીકેની તેની ક્રિકેટ કારકિર્દી પછી, તેણે ક્રિકેટ કોચિંગમાં હાથ અજમાવ્યો. તે ઇસીબીનો લેવલ 2 સર્ટિફાઇડ કોચ છે અને તેણે બીસીસીઆઈ-એનસીએ લેવલ 2 કોચિંગ કોર્સ પણ પૂર્ણ કર્યો છે. પોવાર અગાઉ પણ ભારતીય મહિલા ટીમનાં કોચ રહી ચૂક્યા છે. જુલાઈથી નવેમ્બર 2018 સુધી તે કોચ હતો. તે સમયે, તેની કોચિંગ હેઠળ, ભારતીય મહિલા ટીમે આઇસીસી ટી -20 વર્લ્ડ કપનાં સેમિફાઇનલ સુધીનો પ્રવાસ કર્યો હતો. તે સમયે, તેની પોતાની કોચિંગ હેઠળ, ભારતીય મહિલા ટીમે સતત 14 ટી-20 મેચ જીતી હતી. તાજેતરમાં તેઓ વિજય હજારે ટ્રોફી દરમિયાન મુંબઈની વરિષ્ઠ ટીમનો કોચ હતો. આ સિવાય તેણે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં બોલિંગ કોચ તરીકે પણ સેવા આપી છે.
https://twitter.com/BCCIWomen/status/1392810304371761152?s=20
ક્રિકેટ / BCCI નો મોટો નિર્ણય, ઈંગ્લેન્ડ ટૂર પર જતા ખેલાડીઓનો ઘરમાં જ થશે કોરોના ટેસ્ટ
આપને જણાવી દઇએ કે, પોવાર જ્યારે વર્ષ 2018 માં ટી 20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય મહિલા ટીમનાં કોચ હતા, ત્યારે તે મિતાલી રાજને ન રમાડવાનાં કારણે ચર્ચામાં રહ્યા હતા. તે સમયે મિતાલી રાજ સાથેનાં તેમના વિવાદની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. વર્લ્ડ કપ સેમિફાઇનલમાં મિતાલીને ન રમાડ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. બાદમાં પોવારને આ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. મિતાલી રાજ હાલમાં ભારતીય વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન છે.