Not Set/ રામોલ પોલીસે ઝડપ્યું, વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ

રામોલ પોલીસે વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે 42 જેટલી નકલી નંબર પ્લેટ સાથે એક શખ્સને ઝડપ્યો છે. જેની પૂછપરછ બાદ પેઇન્ટર બી ગજ્જર નામની દુકાનમાં રેડ કરી તો 10 નંબર પ્લેટ મળી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે આગામી 31 ઓગસ્ટ સુધીમાં તમામ વાહનોમાં HSRP […]

Gujarat Others
hrsp number palt રામોલ પોલીસે ઝડપ્યું, વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ

રામોલ પોલીસે વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે 42 જેટલી નકલી નંબર પ્લેટ સાથે એક શખ્સને ઝડપ્યો છે. જેની પૂછપરછ બાદ પેઇન્ટર બી ગજ્જર નામની દુકાનમાં રેડ કરી તો 10 નંબર પ્લેટ મળી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે

hrsp number palt.jpg1 રામોલ પોલીસે ઝડપ્યું, વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ
પ્રતિકાત્મક ફોટો

આગામી 31 ઓગસ્ટ સુધીમાં તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવી દેવી ફરજિયાત છે. જેનો ફાયદો ઉઠાવી કેટલાક વેપારીઓ પૈસા કમાવા નકલી HSRP નંબર પ્લેટ વાહનોમાં લગાવી દે છે. રામોલ પોલીસે બાતમીના આધારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ ગલ્સર (રહે. રાણીપ)ની ધરપકડ કરી હતી. તેની પાસેથી 42 HSRP નંબરપ્લેટ મળી આવી હતી, જે બાબતે પૂછપરછ કરતાં તે આ નંબર પ્લેટ પેઇન્ટર બી ગજ્જર નામની દુકાનમાં આપે છે. પોલીસે દુકાનમાં જઈ તપાસ કરતા વધુ 10 નંબર પ્લેટ મળી આવી હતી.

hrsp number palt.jpg2 રામોલ પોલીસે ઝડપ્યું, વાહનોમાં નકલી HSRP નંબર પ્લેટ લગાવવાનું કૌભાંડ
પ્રતિકાત્મક ફોટો

પોલીસે આ મામલે RTO અધિકારીને બોલાવી તપાસ કરાવતા અમુક નંબર પ્લેટમાં બ્લ્યુ કલરથી IND લખ્યું ન હતું. એક પણ નંબર પ્લેટમાં આઇડેન્ટિટીફિકેશન કોડ નથી, અશોક ચક્ર પણ નથી તેમજ પાછળના ભાગે બારકોડ સ્ટિકર પણ નથી. જેથી પોલીસે કિરણ ગલ્સર અને દુકાન માલિક ભીખાભાઇ ગજ્જરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.