અધિકારી પર હુમલો/ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર ટોળાએ કર્યો હિંસક હુમલો,સિવિલ પાસેના દબાણ હટાવવાના મામલે હુમલો કરાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો દબાણ દૂર કરવાના મામલે ટોળાએ કર્યો છે.

Top Stories Gujarat
8 20 AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર ટોળાએ કર્યો હિંસક હુમલો,સિવિલ પાસેના દબાણ હટાવવાના મામલે હુમલો કરાયો
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો
  • દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો
  • ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે SVP હોસ્પિટલ લઈ જવાયા
  • સિવિલ ની નજીકના દબાણો દૂર કરવા ની કરવામાં આવી રહી હતી કામગીરી
  • દબાણ દૂર કરતી ટીમ પર ટોળા દ્વારા કરાયો હુમલો

અમદાવાદમાં ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો દબાણ દૂર કરવાના મામલે ટોળાએ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે. ટોળાએ તેમને બેરહેમીથી  માર મારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે. તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

નોંધનીય છે કે સિવિલની નજીકના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર ટોળાએ હિંસક હુમલો કર્યો હતો,તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.