રણવીર સિંહ અભિનીત ’83 ના નિર્માતાઓએ હાલમાં જ મુંબઈમાં ફિલ્મનાં અંતિમ શૂટિંગનું શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. ચાહકોને ફિલ્મ પ્રત્યે વધારે ઉત્સુકતા દર્શાવતા એક નવું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રણબીર સિંહ કપિલ દેવની ટુનબ્રીજ વેલ્સનાં ગ્રાઉન્ડમાં આઇકોનિક ‘નટરાજ પોઝ’ માં જોવા મળી રહ્યો છે, જ્યાં કપિલદેવે 1983નાં વિશ્વકપની સેમીફાઇનલમાં ઝિમ્બાબ્વેનાં વિરુદ્ધ 175 રન બનાવ્યા હતા
આ તસવીરમાં રણવીર સિંહ બરાબર કપિલ દેવ જેવો દેખાઈ રહ્યો છે. તસવીર જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે રણવીર અને મેકઅપ આર્ટિસ્ટ બંને કલાકારોએ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે. ભારત-ઝિમ્બાબ્વે મેચ ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર મેચોમાંની એક મેચ છે જે તે સમયે તે કોઈ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવી ન હોતી અને રેકોર્ડ કરવામાં આવી ન હોતી.
રણવીર સિંહે કપિલ દેવની જેમ દેખાવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા છે અને તે ચોક્કસપણે કહી શકાય કે તેની મહેનતનું પરિણામ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કારણ કે આ ચિત્ર તેની રીલ-લાઇફ પાત્ર જેવું નથી લાગતું, પણ તે કપિલ દેવ જેવુ જ નજરે આવી રહ્યુ છે. ફિલ્મ ’83 માં વેસ્ટ ઇન્ડીઝ સામે 1983 નાં વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનો અદ્ભુત વિજય પુનર્જીવિત થશે કેમ કે ભારતે આ જીત સાથે ઇતિહાસ રચ્યો હતો અને પહેલી વાર વર્લ્ડ કપ જીત્યો અને ભારતને ગૌરવ અપાવ્યું હતુ.
આ ફિલ્મમાં રણવીર સિંહ આઇકોનિક કપિલ દેવ, સુનિલ ગાવસ્કર તરીકે તાહિર રાજ ભસીન, મોહિન્દર અમરનાથ તરીકે સાકીબ સલીમ, સંદીપ પાટિલ તરીકે ચિરાગ પાટિલ, જ્યારે રોમી એટલે કે કપિલ દેવની પત્નીની ભૂમિકામાં દીપિકા પાદુકોણ છે. તે એક કેમિયો અવતારમાં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.