Not Set/ સર્જિકલ સ્ટ્રાઈક ના ‘દ્રોણાચાર્ય’ રણવીર સિંહ બન્યા J&K માં સેના કમાન્ડર, સંભાળી આ જવાબદારી

  પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકની અધિકારીક જાહેરાત કરનાર તત્કાલીન ડાયરેક્ટર જનરલ ઓફ મિલેટ્રી જનરલ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહને હવે જમ્મુ-કાશ્મીરમાં સ્થિત સેનાના ઉત્તરીનાં કમાન્ડર તરીકેની નિમણુક કરવામાં આવી છે. રણવીર સિંહ ભારતીય સેનાના સૌથી કુશળ અધિકારીઓમાંના એક છે, જેમણે મહારથના કારણે જાણવામાં આવે છે. ગુરુવારે જીઓસી તરીકે નિમણુક કરવામાં આવેલા રણવીર […]

Top Stories India
23120f76 8677 11e6 aa25 6de36c266871 સર્જિકલ સ્ટ્રાઈક ના ‘દ્રોણાચાર્ય’ રણવીર સિંહ બન્યા J&K માં સેના કમાન્ડર, સંભાળી આ જવાબદારી

 

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકની અધિકારીક જાહેરાત કરનાર તત્કાલીન ડાયરેક્ટર જનરલ ઓફ મિલેટ્રી જનરલ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહને હવે જમ્મુ-કાશ્મીરમાં સ્થિત સેનાના ઉત્તરીનાં કમાન્ડર તરીકેની નિમણુક કરવામાં આવી છે. રણવીર સિંહ ભારતીય સેનાના સૌથી કુશળ અધિકારીઓમાંના એક છે, જેમણે મહારથના કારણે જાણવામાં આવે છે. ગુરુવારે જીઓસી તરીકે નિમણુક કરવામાં આવેલા રણવીર સિંહે લેફ્ટનન્ટ જનરલ દેવરાજ અન્બૂનું સ્થાન લીધું છે.

શુક્રવારે કમાન્ડ સંભાળતા રણવીર સિંહે શહીદોને સલામ કરીને પોતાની નવી જવાબદારીઓની શરૂઆત કરી હતી. જવાબદારી સંભાળતા જ રણવીર સિંહ જમ્મુ કાશ્મીરમાં સેનાના તમામ ઓપરેશન સિવાય એલઓસી અને સીમા પર સેનાની સુરક્ષાની પણ જવાબદારી સંભાળશે.

સરકાર અને સેનાએ એ વાતના સંકેતો પણ આપ્યા છે કે જો ઘાટીમાં માહોલ શાંત રહેશે તો રમજાનની  સીઝફાયરના સમયને વધારી શકાશે. સાથ જ સેનાને કાશ્મીરમાં સૈન્ય ઓપરેશન દરમિયાન રણવીર સિંહના તમામ અનુભવોનો લાભ પણ ઉઠાવી શકાશે.

આ સિવાય નિયંત્રણ રેખા અને સીમા પર પાક તરફથી થતી આતંકી ષડયંત્રો વિરુદ્ધ રણનીતિક રૂપે પણ રણવીર સિંહની હાજરીનો સેનાને લાભ મળશે.