entertainmnt/ રશ્મિ દેસાઈથી લઈને શ્વેતા તિવારી સુધી, આ ભોજપુરી અભિનેત્રીઓને પ્રેમ લગ્ન રાસ નથી આવ્યા

અભિનેત્રી શ્વેતા તિવારીએ એક નહીં પરંતુ બે વાર લગ્ન કર્યા હતા પરંતુ બંને લગ્ન નિષ્ફળ રહ્યા હતા. 20 વર્ષની ઉંમરે શ્વેતાએ રાજા ચૌધરી સાથે સાત ફેરા લીધા, પરંતુ પુત્રીના જન્મ પછી બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો.

Entertainment
mundra 1 3 રશ્મિ દેસાઈથી લઈને શ્વેતા તિવારી સુધી, આ ભોજપુરી અભિનેત્રીઓને પ્રેમ લગ્ન રાસ નથી આવ્યા

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે ભોજપુરી, કે પછી ટીવીની દુનિયા ઘણી બધી અભિનેત્રી એવી છેકે જેમને જીવનમાં લગ્ન વિચ્છેદનો સામનો કરવો પડ્યો છે. ભોજપુરી ફિલ્મોની એવી કેટલીક અભિનેત્રીઓ છે,  જેમણે પ્રેમ કરી અને લગ્ન  કર્યા છતાય તેમને છૂટા પડવું પડ્યું . આ લીસ્ટમાં હિન્દી ટીવી જગતની કેટલીક ખ્યાતનામ અભિનેત્રીઓ પણ છે.

Rashmi Desai से Shweta Tiwari तक, इन भोजपुरी एक्ट्रेस को नहीं रास आई लव मैरिज

શ્વેતા તિવારી

અભિનેત્રી શ્વેતા તિવારીએ એક નહીં પરંતુ બે વાર લગ્ન કર્યા હતા પરંતુ બંને લગ્ન નિષ્ફળ રહ્યા હતા. 20 વર્ષની ઉંમરે શ્વેતાએ રાજા ચૌધરી સાથે સાત ફેરા લીધા, પરંતુ પુત્રીના જન્મ પછી બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. રાજાથી અલગ થયાના ઘણા વર્ષો બાદ શ્વેતાએ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા, જોકે વર્ષ 2019માં શ્વેતાના આ લગ્ન પણ તૂટી ગયા હતા.

Rashmi Desai से Shweta Tiwari तक, इन भोजपुरी एक्ट्रेस को नहीं रास आई लव मैरिज

અલીના શેખ-

ભોજપુરી અભિનેત્રી અલીના શેખ પણ આ યાદીમાં સામેલ છે. તેણે મુદસ્સીર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના એક વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા.

Rashmi Desai से Shweta Tiwari तक, इन भोजपुरी एक्ट्रेस को नहीं रास आई लव मैरिज

પાખી હેગડે –

પાખી હેગડેએ નિરહુઆ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પાખીએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેણે નિર્માતા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બંને 2 દીકરીઓના માતા-પિતા પણ બન્યા છે. પરંતુ થોડા સમય પછી પાખી અને નિરહુઆના છૂટાછેડા થઈ ગયા.

Rashmi Desai से Shweta Tiwari तक, इन भोजपुरी एक्ट्रेस को नहीं रास आई लव मैरिज

અંજના સિંહ-

ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અંજના સિંહને અભિનેતા યશ કુમાર મિશ્રા સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. બંનેને એક પુત્રી પણ છે. પરંતુ લગ્નના થોડા સમય બાદ અંજના અને યશે અલગ થવાનો નિર્ણય લીધો હતો.

Rashmi Desai से Shweta Tiwari तक, इन भोजपुरी एक्ट्रेस को नहीं रास आई लव मैरिज

રશ્મિ દેસાઈ-

આ લિસ્ટમાં અભિનેત્રી રશ્મિ દેસાઈનું નામ પણ સામેલ છે જેણે વર્ષ 2012માં નંદિશ સંધુ સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના બે વર્ષ બાદ તેમનો સંબંધ છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો.