Not Set/ #રથયાત્રા: કેન્દ્રીય ગૃહમંંત્રી અમિત શાહે સહપરિવાર લીધો “મંગલા આરતિ”નો લાભા

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના જગન્નાથ મંદિરે સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમણે ભગવાનની મંગળા આરતી ઉતારી ધ્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પરિવાર સાથે મંદિર પહોંચીને ભગવાનની આરતી ઉતારવાનો લહાવો લીધો. જય જગન્નાથના નાદ સાથે વહેલી સવારથી જ મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીની […]

Top Stories Ahmedabad Gujarat Navratri 2022

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના જગન્નાથ મંદિરે સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમણે ભગવાનની મંગળા આરતી ઉતારી ધ્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પરિવાર સાથે મંદિર પહોંચીને ભગવાનની આરતી ઉતારવાનો લહાવો લીધો. જય જગન્નાથના નાદ સાથે વહેલી સવારથી જ મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીની મહાઆરતીમાં જોડાયા હતા.

અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. ત્યારે વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. સવારે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો હતો. જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે.

આવો છે #રથયાત્રાનો રંગ………..

  • 400 જેટલા ખલાસીઓ રથ ખેંચવા માટે તૈયાર, ખલાસ સમાજના ભાઈબંધુઓ વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં નીકળતા ત્રણેય રથને ખેંચતા હોય છે. આ વર્ષે પણ તેઓ રથ સાથે ઉભા છે, અને હવે થોડી વારમાં રથોને ખેંચશે.
  • ભગવાન જગન્નાથજીના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
  • રથયાત્રા દરમિયાન અમી છાંટણા થતા ચારેકોર હર્ષોલ્લાસ જોવા મળ્યો.
  • વહેલી સવારે મંગળા આરતી થઈ જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો.
  • શણગારેલા ગજરાજ
  • અંગ કસરતના દાવપેચ સાથે અખાડા
  • હજારો સાધુ સંતો
  • રથ ખેંચતા ખલાસીઓ અને લાખો ભક્તોની જનમેદની
  • ભજન મંડળીઓ
  • રથયાત્રામાં ભક્તોને પ્રસાદી વહેંચાશે
  • હજારો કિલો મગ પ્રસાદ
  • જાંબુનો પ્રસાદ
  • કેરીનો પ્રસાદ
  • કાકડી અને દાડમનો પ્રસાદ
  • ઉપેર્ણા પ્રસાદ

આપ પણ જરુરથી લાભલો ભગવાનની મંગલા આરતિનાં મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમનેફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામઅનેયુ ટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.