એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અગસ્તા વેસ્ટલેન્ડ કેસ મામલામાં પૈસાની લેતીદેતીના આરોપમાં ઉદ્યોગપતિ રતુલ પુરીનાં જામીન રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આપને જણાવી દઇએ કે, સીબીઆઈની વિશેષ અદાલતે તાજેતરમાં જ રતુલ પુરીને જામીન આપ્યા હતા.
આપણ વાંચો : ઉદ્યોગપતિ રતુલ પુરીને મળી મોટી રાહત, કોર્ટે કર્યા નિયમિત જામીન મંજૂર
આપને જણાવી દઇએ કો, સ્પેશિયલ કોર્ટ દ્રારા લાંબા સમય બાદ રતુલ પુરી માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી અને ઉદ્યોગપતિ રતુલ પુરીને અગસ્તા વેસ્ટલેન્ડ મની લોન્ડરિંગ કેસમાં નિયમિત જામીન આપવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ને 354 કરોડ રૂપિયાના મોઝર બેર બેંક છેતરપિંડીના કેસમાં ઉદ્યોગપતિ રતુલ પુરીની જામીન અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યા બાદ, આ મામલાની વધુ સુનાવણી 30 નવેમ્બરના રોજ સૂચિબદ્ધ કરવામાં આવી હતી. જે મામલે કોર્ટ દ્વારા પોતાના દ્વારા સુરક્ષીત રાખવામાં આવેલ ફેસલો જાહેર કરતા પુરનાં રેગ્યુલર બેલ મંજૂર કરી દેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.