કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિદ્ધિ નોંધાવી છે. તેમણે કીવી ટીમની બીજી ઇનિંગ્સમાં વિલ યંગની વિકેટ લઈને ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહના રેકોર્ડની બરાબરી કરી હતી. તેમણે અને હરભજન સિંહે ટેસ્ટ ક્રિકેટમાં 417-17 વિકેટ લીધી છે. ઉલ્લેખનીય છે કે અશ્વિન પાસે કાનપુર ટેસ્ટના પાંચમા દિવસે હરભજન સિંહનો રેકોર્ડ તોડવાની તક હશે. વિકેટ લેતાની સાથે જ તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ત્રીજા નંબર પર પહોંચી જશે. અત્યારે હરભજન અને તે સંયુક્ત રીતે ત્રીજા નંબર પર છે.
ઉલ્લેખનીય છે કે, અનિલ કુંબલે ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોચ પર છે. તેમણે 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ ઝડપી છે. આ પછી કપિલ દેવ બીજા નંબર પર છે. તેમણે 131 મેચમાં 434 વિકેટ ઝડપી છે.અશ્વિને પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનાર પાકિસ્તાનના વસીમ અકરમને પાછળ છોડી દીધો છે. અકરમના નામે ટેસ્ટમાં 414 વિકેટ છે. આ સિવાય શનિવારે અશ્વિન વર્ષ 2021માં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો બોલર પણ બન્યા હતા.. અશ્વિને આ વર્ષે 42 વિકેટ લીધી છે.
મેચની વાત કરીએ તો ભારત જીતથી 9 વિકેટ દૂર છે. 284 રનના લક્ષ્યાંક પાર કરતા ચોથા દિવસની રમતના અંતે કિવી ટીમે એક વિકેટે 4 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 345 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ અય્યરે પોતાની ડેબ્યૂ મેચમાં 105 રન બનાવ્યા હતા. કિવી ટીમ તરફથી ટિમ સાઉથીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. ભારત પ્રથમ દાવમાં 296 રનમાં ઓલઆઉટ કિવી ટીમ ભારત તરફથી અક્ષર પટેલે 5 વિકેટ ઝડપી હતી.