પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ થયો છે. ચોરીછૂપીથી ચીન મોકલવામાં આવતો પરમાણુ હથિયાર બનાવવા માટે વપરાતો ક્ચો માલ ચીન મોકલવાનું મુતું ષડયંત્ર હાથ લાગ્યું છે. એક બે નહીં પરંતુ પૂરા સાત કન્ટેનરની તપસ કરવામાં આવી હતી અને તેમાથી જથ્થા બંધ કાચો માલ હાથ લાગ્યો છે.
DRI દ્વારા સાત કન્ટેનર રોકવા માં આવ્યા
મુન્દ્રા કસ્ટમ તેમજ DRI નું મોટું ઓપરેશન
ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા કસ્ટમ તેમજ DRI ને બાતમી મળી હતી કે પાકિસ્તાન થી શંકાસ્પદ કન્ટેનર 14 નવેમ્બરે નીકળ્યા છે. બાતમીના આધારે 18 તારીખે વહેલી સવારે સિલીંગ સમાઈલિંગ નામના જહાજ પર કસ્ટમ તેમજ DRI વિભાગે દરોડો પાડતા સાત ફયુઅલ કન્ટેનરની તપાસ કરતા તેમાં રેડિયો એક્ટિવ પદાર્થ મળી આવ્યું હતું. કન્ટેનર પર વેપન ફોર માસ ડીસ્ટ્રક્સન લખેલું જોવા મળતા ખળભડાટ મચી ગ્યો હતો. વધુ તપાસ કરતા તેમાં આર્મ્સ એન્ડ એક્સપલોસિવ તેમજ હઝાર્ડસ કેમિકલ મળી આવ્યું હતું.
એક કન્ટેનર માં ચાર ટેન્ક મળી આવ્યા હતા. કુલ સાત કન્ટેનરમાં કુલ 28 ટેન્ક મળી આવ્યા હતા. જ્યારે જહાજના કેપ્ટન પાસેથી દસ્તાવેજો તપાસવામાં આવ્યા આ દસ્તાવેજમાં આ કન્ટેનરનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો ના હતો. એના પર થી સ્પષ્ટ થાય છે કે પરમાણુ હથિયાર માટેનો કાચો જથ્થો ચોરી છુપી પાકિસ્તાન દ્વારા ચાઇના મોકલવામાં આવી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ આ જથ્થો પાકિસ્તાન એટોમિક એનર્જી કમિશન દ્વારા ચાઇના નુક્લિયર એનર્જી ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ને મોકલવાનો હતો. ફરી એકવાર પાકિસ્તાન અને ચીનની મીલીભગત સામે આવી છે. સાતે કન્ટેનર ચીનના સાંઘાઈ પોર્ટ પર ઉતારવાની નાપાક સાજિશનો પર્દાફાશ થયો છે. હજુ બીજી એજન્સીઓ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા છે. ભૂતકાળમાં પણ વિસ્ફોટકો મળી આવ્યા છે.
અદાણી જુથએ જણાવ્યુ
“અમે તેમના સતર્ક ખંતને સલામ કરીએ છીએ અને ભારતને સુરક્ષિત રાખે તેવી કોઈપણ કાર્યવાહીમાં સંપૂર્ણ મદદ કરવાનું ચાલુ રાખીશું. અદાણી જૂથ રાષ્ટ્રીય સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે અને તેની સાથે કોઈપણ રીતે બાંધછોડ કરવા દેશે નહીં,” તેણે જણાવ્યું હતું.
કરોડોનું ડ્રગ્સ
ઉલ્લેખનીય છે કે હાલમાં સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રા અદાણી બંદરેથી DRIની ટીમે કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, અને ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું. જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. જ્યા બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર DRIની ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 6 દિવસની તપાસ બાદ 3 હજાર કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આ માલ અફઘાનિસ્તાનથી મંગાવાયો હતો. પણ ત્યાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ કચ્છમાં મુન્દ્રા બંદરે મોકલાયુ હતું અને ઝડપાઇ ગયું હતું. અત્યારસુધીના ઇતિહાસમાં DRIની આ સૌથી મોટી સફળ કામગીરી રહી છે.
ગુજરાત / PM મોદીનાં ત્રણ કૃષિ કાયદા પરત લેવાના નિર્ણય પર જાણો શું કહે છે રાજ્યનાં Politician
Retirement / RCB નાં સૌથી વિસ્ફોટક બેટ્સમેને લીધો ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સન્યાસનો નિર્ણય