નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંસદીય સમિતિ સામે નોટબંધીના નિર્મય અંગે સ્પષ્ટતા આપવી પડી શકે છે સમિતિના મુખ્ય કૉંગ્રેસ નેતા વિકે થોમસે પીટીઆઇને આ માહિતી આપી હતી કે, લોકોસેવા સમિતિએ આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલને પણ આદેશ આપ્યો છે કે, તે આ મહિનાની 20 તારીખે સમજ આપે કે, વિમુદ્રીકરણનો નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો છે. તેની ભારતની અર્થ વ્યવસ્થા પર કેવી અસર પડશે.
આઠ નવેમ્બરે નોટબંધી માટે લેવામાં આવેલા નિર્ણય સંબંધિત પ્રશ્નોની લિસ્ટ પણ પટેલને મોકલવામાં આવી છે. આ નિર્ણયના લીધે સમગ્ર દેશણાં નાણાંની કમી ઉભી થઇ છે. જોકે, હજી પણ નાણાની મુશ્કેલી દૂર નથી થઇ અને વિશેષજ્ઞોનું અનુમાન છે કે, આનાથી વિકાસ દરની ગતિ ધીમી પડી શકે છે.