દિલ્હી
રીઝર્વ બેંકે એક મહત્વનો નિર્ણય લેતા યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પુર્વ ચીફ નંદન નિલકેણીની ડીજીટલ પેમેન્ટ કમિટીના ચેરમેન તરીકે નિમણુંક કરી છે. રીઝર્વ બેંકની આ હાઇકમિટીમાં પાંચ સભ્યો હશે. દેશમાં ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રીઝર્વ બેંકે નંદન નિલકેણીની અધ્યક્ષતામાં આ ખાસ કમિટી બનાવી છે.
રીઝર્વ બેંકે કહ્યું કે પાંચ સભ્યોવાળી આ પેનલનું ગઠન ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે અને ડિજીટલાઇઝેશન દ્રારા નાણાંકીય વ્યવહારોને વધારો મળે તે હેતુથી આ પેનલનું ગઠન કરવામાં આવ્યું છે.આ કમિટી તેની પહેલી મીટીંગના 90 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપશે.
આ કમિટી દેશમાં હાલ ડીજીટલ પેમન્ટની શું વ્યવસ્થા છે અને તેમાં કેટલી ખામીઓ છે તેનો પણ અભ્યાસ કરશે.
નંદન નિલકેણી ઇન્ફોસિસના કો ફાઉન્ડર તથા યૂઆઇડીએઆઇના પૂર્વ પ્રેસિડેન્ટ છે. આધારકાર્ડ તૈયાર કરવાની કામગીરીના સુકાની નંદન નિલકેણી અને તેમનાં પત્ની રોહિણીએ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચને રૂપિયા પ૦ કરોડની રકમ દાનમાં આપી છે.