રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે અને રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. MPCના 6માંથી 5 સભ્યો રેપો રેટ બદલવાની તરફેણમાં ન હતા. આ છઠ્ઠી વખત છે. જ્યારે RBIની MPC કમિટીની બેઠકમાં રેપો રેટ જેવો જ રાખવામાં આવ્યો છે.
વ્યાજ દરોની સમીક્ષા કરવા માટે RBI MPCની બેઠક 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. અગાઉ ડિસેમ્બર 2023માં પણ RBI MPCએ રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો હતો.
જીડીપી વૃદ્ધિની આગાહી
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ 7.3 ટકા રહેવાની ધારણા છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી 7 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.2 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.8 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 7.0 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.9 ટકા રહી શકે છે.
ફુગાવાના દરની આગાહી
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે ફુગાવાનો દર 5.5 ટકા રહ્યો છે. સમગ્ર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ફુગાવાનો દર 5.4 ટકા રહેવાનો અંદાજ છે. આગામી નાણાકીય વર્ષમાં મોંઘવારી દરમાં ઘટાડો થવાની સંભાવના છે અને તે 4.5 ટકા રહી શકે છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં ફુગાવાનો દર 5 ટકા, બીજા ક્વાર્ટરમાં 4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.7 ટકા રહી શકે છે.
આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત
આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ
આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે