રાજકોટ/ ટુ વ્હીલરોના ગોલ્ડન-સિલ્વર નંબરોનું રી ઈ-ઓકશન ૧૨મી નવેમ્બરે યોજાશે

ઈ-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ  ૫ માં ઈ-પેમેન્ટ થી ભરી દેવી તેમજ હરરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે

Gujarat Rajkot
Untitled 570 ટુ વ્હીલરોના ગોલ્ડન-સિલ્વર નંબરોનું રી ઈ-ઓકશન ૧૨મી નવેમ્બરે યોજાશે

  રાજયમાં  ઘણા લોકો એવા છે  જે પોતાના બાઈક ના  નંબર ગોલ્ડન-સિલ્વર  લેવા માંગતા હોય છે . ત્યારે  પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી દ્વારામોટરસાયકલ પ્રકારના વાહનો માટેનીસીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી ગોલ્ડન તથા સિલ્વર નંબરોના રી ઇ-ઓકશન ટેકનીકલ કારણોસર હવેથી તા. ૧૨મી નવેમ્બરના રોજ કરવામાં આવશે . ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૮૦૦૦ જયારે સિલ્વર નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. ૩૫૦૦ રાખવામાં આવી છે .

આ પણ વાંચો ;મોરબી /  માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગ ભભૂકતા 8 હજાર મણથી વધુ કપાસ ભસ્મીભૂત થયો

પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા. ૦૮/૧૧/૨૦૨૧ થી તા. ૧૦/૧૧/૨૦૨૧ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૧૧/૧૦/૨૦૨૧ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક થી તા. ૧૨/૧૧/૨૦૨૧ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ઓનલાઈન રી ઈ-ઓકશન ચાલુ રહેશે. ઓકસન પૂર્ણ થયે રી ઇ-ઓકશનનું તા.૧૨/૧૧/૨૦૨૧ ના રોજ રાત્રીના ૧૨-૧૫ કલાકે કોમ્પ્યુટરાઇ જનરેટેડ પરીણામ નોટિસબોર્ડ પર મુકવામાં આવશે જે પરીવહન સાઇટ પર ઓનલાઇન જોઇ શકાશે.

આ પણ વાંચો ;પ્ટને કર્યું ખંડન / સોનિયા ગાંધીનો આભાર, પડદા પાછળની વાતોનું કેપ્ટન અમરિંદરસિંહે કર્યું ખંડન

ઈ-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ  ૫ માં ઈ-પેમેન્ટ થી ભરી દેવી તેમજ હરરાજીમાં નિષ્ફળ ગયેલ ઉમદેવારને દિવસ પાંચમાં નાણા પરત કરવામાં આવશે. ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં.

આ પણ વાંચો ;કેશોદ /  કાર પલટી જતા કાર ચાલક સહિત પિતા-પુત્રના મોત થયા ,4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા