અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક મકાનની અંદર બંદ બારણે જુગાર ધામ ચાલી રહ્યું હોવાની ખાનગી બાતમી ગાયકવાડ હવેલી પોલીસ મથકના કાને આવતા તેમણે દોઢ ફળી ખાતેના મકાનમાં દરોડા પાડીને 14 જેટલા જુગારીઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી લઈને બે લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા તમામ ઈસમોની સામે પોલીસે જુગાર ધારાની કલમો મુજબની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર , જમાલપુરના દોઢ ફળી ખાતેના અલ્તાફહુસેન નામની વ્યક્તિના ઘરે મોટા પાયા ઉપર જુગારધામ ચાલી રહ્યું છે તેની ખાનગી બાતમી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના કાને આવી હતી. જેથી હવેલીના પીઆઈ એસ.જે બ્લોચ અને પીએસઆઇ વી.એન.શીંગરખિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ દીપેશ ભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ની ટીમે તાત્કાલિક ધોરણે બાતમીના આધારે દોઢ ફળીમાં જઈને અલ્તાફહુસેન નામના વ્યક્તિના ઘરમાં પ્રવેશ કરતા અંદર હાજર જુગારીઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે 14 જેટલા જુગારીઓની ઘરમાંથી ધરપકડ કરીને તેમને ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં લઇ જઈને તેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી બે લાખથી વધુનો મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીના નામ
1) અલ્તાફ હુસેન શેખ ( રહે.જમાલપુર )
2) નશરુદિન અજમેરી ( રહે. જમાલપુર )
3) ઉમર ફારૂક શેખ ( રહે. જમાલપુર )
4) રમીઝ કુરૈશી ( રહે.જમાલપુર )
5) સોયેબ અરબ ( રહે. દાણીલીમડા )
6) તૌફીક શેખ ( રહે. જમાલપુર )
7) અબ્દુલ રશીદ મેમણ ( રહે. રાયખડ )
8) જીગ્નેશ પટેલ ( રહે.કાંકરિયા )
9) શાહનવાઝ અજમેરી ( રહે. જમાલપુર )
10) મહેમુદ અલી દીવાન ( રહે.શાહ આલમ )
11) મોહસીન દીવાન ( રહે. શાહ આલમ )
12) સરફરાઝ ખાન ( રહે. આસ્ટોડિયા )
13) મુસ્તાક વિશ્વાસી ( રહે. આસ્ટોડિયા )
14) સોહેલ છિપા ( રહે.જમાલપુર )