ભાવિકો માટે મહત્વપૂર્ણ જાહેરાત/ પાવાગઢ મંદિરમાં દર્શન કરવા જતાં પહેલા વાંચી લો મહત્વપૂર્ણ સમાચાર

પાવાગઢ કાલિકા મંદિર ગ્રહણ હોવાના કારણે બંધ રાખવામાં આવશે, તે અંગેની જાણકારી પહેલાથી જ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે

Gujarat Vadodara
ઇઝરાયલ હમાસ યુદ્ધ 2 પાવાગઢ મંદિરમાં દર્શન કરવા જતાં પહેલા વાંચી લો મહત્વપૂર્ણ સમાચાર

ભાવિકો માટે મહત્વપૂર્ણ જાહેરાત: યાત્રાધામ પાવાગઢ મંદિરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યાં છે. પાવાગઢ કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટે આગામી 28 ઓક્ટોબરે મંદિર બંધ રહેશે તેવી જાણકારી આપી છે. કોઈ દર્શનાર્થીને મુશ્કેલી ના પડે તે માટે ટ્રસ્ટે જાહેરાત કરીને જણાવ્યું છે કે, 28/10/2023ના રોજ પૂનમના દિવસે ગ્રહણ હોવાથી બપોરના અઢી વાગ્યા પછી કાલિકા માતાજીનું મંદિર સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે.

તે ઉપરાંત ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મંદિરના કપાટ 29 ઓક્ટોબરે સવારે 8:30 વાગ્યે ગ્રહણની વિધિ બાદ ખોલવામાં આવશે. મંદિર ટ્રસ્ટ તરફથી પોતાના લેટર પેડ ઉપર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે યાત્રાધામ પાવાગઢમાં પ્રતિદિવસ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે.

સ્વભાવિક છે કે, અનેક વખત શ્રદ્ધાળુંઓને મંદિર બંધ હોવાની જાણકારી હોતી નથી, તેઓને મંદિરમાં આવ્યા પછી ખબર પડે છે કે, મંદિર બંધ છે, તેવામાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સમય-પૈસા વેડફાયા બાદ પણ ભગવાનના દર્શન ન થતાં ભાવિકો નિરાશ થઈ જાય છે. તેવામાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટે અગાઉથી મંદિર બંધ રહેવાની સૂચના આપીને પાણી પહેલા પાળ બાંધવાનું કામ કર્યું છે.

આ પણ વાંચો-રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં PM મોદી ઉપસ્થિત રહેશે,નિમંત્રણનો કર્યો સ્વીકાર

કેમ ગ્રહણમાં બંધ રાખવામાં આવે છે મંદિર?

ગ્રહણ દરમિયાન ઘણાં બધાં મંદિરો બંધ રહે છે અને ગ્રહણ પૂરું થતાં જ એનાં દ્વાર ખોલી દેવામાં આવતાં હોય છે. જ્યારે સૂર્યગ્રહણ થઈ રહ્યું હોય છે ત્યારે પણ ભારતનાં કેટલાંય મંદિરો બંધ કરી દેવામાં આવે છે. આ દિવસે મંદીરો કેમ બંધ કરી દેવાય છે? ક્યાં સુધી બંધ રહે છે અને ક્યારે ખોલી દેવાય છે? ટૂંકમાં જાણીએ…

હિંદુ ધર્મમાં માતાના ગર્ભને પવિત્ર માનવામાં આવે છે. કારણ કે આ સૃષ્ટિનું એ કેન્દ્ર ગણાય છે. ત્યાં એક નવા જીવનનો જન્મ થાય છે. તેની સારસંભાળ રાખવી એ મનુષ્યનું કર્તવ્ય છે. એ જ રીતે હિંદુઓ માટે મંદિર ભગવાનનું સ્થાન છે. ઇશ્વરને આ સંસારના સર્જનહાર માનવામાં આવે છે. એવી લાગણી પણ છે કે ભગવાનનું કેન્દ્ર એટલે મંદિર, જેને માતાના ગર્ભની જેમ સંરક્ષિત કરવું જોઈએ.

પંચાગના વિદ્વાન ડૉ. સી. વી. સુબ્રમણ્યમનું કહેવું છે કે કે ગ્રહણ દરમિયાન વાતાવરણમાં અશુભ શક્તિઓ હોય છે. તેથી મંદિરો બંધ રાખવામાં આવે છે. તેઓ કહે છે કે મંદિર બંધ હોવાનાં બીજાં પણ કારણો છે અને વૈદિક શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ મળી આવે છે.

બ્રાહ્મણોએ દિવસ દરમિયાન સંધ્યા અને અગ્નિહોત્રની પૂજા કરવાની વાત કરે છે. કેટલાક બ્રાહ્મણો મંદિરોમાં કામ કરે છે. ગ્રહણ દરમિયાન અગ્નિહોત્રની પૂજા ન કરી શકાય. તેથી ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે. કેટલાંક આગમો અનુસાર, મંદિરમાં પણ અગ્નિહોત્ર કરી શકાય છે. પરંતુ આ અંગે વૈદિક સાહિત્યનો એક અલગ મત છે.

આ પણ વાંચો-પાલનપુર બ્રિજ દૂર્ઘટના કેસમાં ઇજનેર સહિત ત્રણ લોકોની અટકાયત

આ પણ વાંચો- ગુજરાત સરકારે હાર્ટ એટેકના કારણો શોધવા માટે સમિતિની રચના કરી