દુર્ઘટના/ વાંચો કયા દેશમાં થયું સૈન્ય વિમાન ક્રેશ

શનિવારે કઝાકિસ્તાનનું એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનના ચાર ક્રૂ મેમ્બરો મૃત્યુ પામ્યા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી. કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં ક્રૂના બે સભ્યો બચી ગયા હતા, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે વિમાન દેશના સૌથી મોટા શહેર […]

World
PLANE FLYING 603258 વાંચો કયા દેશમાં થયું સૈન્ય વિમાન ક્રેશ

શનિવારે કઝાકિસ્તાનનું એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનના ચાર ક્રૂ મેમ્બરો મૃત્યુ પામ્યા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી.

કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં ક્રૂના બે સભ્યો બચી ગયા હતા, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે વિમાન દેશના સૌથી મોટા શહેર અલ્માટીમાં એરપોર્ટ પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું.

વિમાન કઝાકિસ્તાનની રાજધાની નૂર સુલતાનથી અલ્માટીના વિમાનમથક પર પહોંચ્યું હતું અને તેમાં ક્રુના છ સભ્યો સિવાય અન્ય કોઈ મુસાફરો નહોતા. અકસ્માતનું કારણ તુરંત જાણી શકાયું નથી.