Gadgets/ કાલે લોન્ચ થશે રિયલમી 50′ સિરીઝના સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

રિયલ કંપની તેની લેટેસ્ટ સિરીઝ ‘નાર્ઝો 50’ આવતીકાલે 24 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરશે,આ સિરીઝમાં ‘નાર્ઝો 50’ સાથે ‘નાર્ઝો 5oi ‘ સ્માર્ટફોન પણ લોન્ચ થઈ શકે છે

Tech & Auto
MMM કાલે લોન્ચ થશે રિયલમી 50' સિરીઝના સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

રિયલ કંપનીના મોબાઇલ ફોન લોકોમાં હંમેશા ફેવરીટ રહ્યા છે, માટે જ કંપની હવે નવો ફોન લોન્ચ કરવા જઇ રહી છે. રિયલ કંપની તેની લેટેસ્ટ સિરીઝ ‘નાર્ઝો 50’ આવતીકાલે 24 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરશે. આ સિરીઝમાં ‘નાર્ઝો 50’ સાથે ‘નાર્ઝો 5oi ‘ સ્માર્ટફોન પણ લોન્ચ થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે, ‘નાર્ઝો 50i’ નાર્ઝો સિરીઝનો અત્યાર સુધીનો અફોર્ડેબલ ફોન હશે.

સોશિયલ મીડિયા પર લોન્ચિંગ

Untitled 282 કાલે લોન્ચ થશે રિયલમી 50' સિરીઝના સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

આ લોન્ચિંગ ઈવેન્ટ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 24 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે શરૂ થશે. ફ્લિપકાર્ટ પર નાર્ઝો 50ની માઈક્રોસાઈટ એક્ટિવ થઈ છે. તેથી ફોનનો સેલ ફ્લિપકાર્ટ પર થશે તે વાત કન્ફર્મ છે. જોકે સેલિંગ ડેટ માટે કંપની હાલ કશુ જ કહી રહી નથી.

નાર્ઝો 50Aમાં આવા ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની સંભાવના

ff કાલે લોન્ચ થશે રિયલમી 50' સિરીઝના સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

કંપનીના ટીઝર પ્રમાણે, આ ફોનમાં 50MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 50MPનો પ્રાઈમરી કેમેરા, 2MPનો પોટ્રેટ કેમેરા અને 2MPનું મેક્રો શૂટર મળશે. ફોન મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસરથી સજ્જ હશે. તેમાં 6,000mAhની જમ્બો બેટરી મળશે. ઉપરાંત આ ફોનનાં 4GB+64GB અને 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોનનાં કલર વીશે વાત કરીએ તો તે  ઓક્સીજન ગ્રીન અને ઓક્સીજન બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચના હશે અને તેની અંદાજીત કિંમત 13000ની આસપાસ હશે.

રિયલમી નાર્ઝો 50i

2 7 કાલે લોન્ચ થશે રિયલમી 50' સિરીઝના સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

અત્યાર સુધીનો સૌથી અફોર્ડેબલ કહેવાતો આ ફોન 6.51 ઈંચની HD+ ડિસ્પ્લેથી સજ્જ હોઈ શકે છે. ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. આ ફોનમાં 5000mAhની બેટરી મળી શકે છે. ફોનનાં 2GB+32GB અને 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોનનાં મિન્ટ ગ્રીન અને કાર્બન બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોનની કિંમત 8999 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.