સામગ્રી
200 ગ્રામ કાળા અને લીલા ઓલિવ્સ
2 લીંબુની છાલ
2 પાતળી સ્લાઈસમાં કટ કરેલ લીંબુ
2 તજના પત્તા
1 કપ ઓલિવ ઓઇલ
1.5 ચમચી વરીયાળી
1 ચમચી મરી પાઉડર અથવા ઓરેગેનો
મીઠું સ્વાદ મુજબ
ફુદીનો
બનાવવાની રીત:
ઓલિવ્સને સારી રીતે ધોઈ લો અને ત્યારબાદ તેને સાફ કરી લો પછી તેને એક કાપડ પર ફેલાવીને સુકાવા દો.
એક કડાઈમાં વરીયારી નાખને ત્રણ મિનીટ સુધી તેને શેકવા દો. ત્યાર પછી તેમાં લીંબુની છાલ અને સ્લાઈસના કટ કરેલું લીંબુ નાખો અને હવે તેજ પત્તા તોડીને અંદર નાખો.
હવે તેમાં ઓલિવ્સ નાખીને હલાવો ઓલિવ ઓઇલ અને ઓરેગાનો નાખો ત્યારબાદ ત્રણ મિનીટ સુધી ધીમા ગ્રેસ પર થવા દો. પછી તેમાં ઉપરથી મીઠું નાખીને ફરીથી હલાવી લો.
ઓલિવ સલાડને એક બાઉલમાં લઇ લો. ધ્યાન રાખવું કે ઓલિવ સલાડને થોડું ગરમ હોય ત્યારે જ સર્વ કરવું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.