સામગ્રી
1 1/2 કપ તૈયાર ગાંઠિયા
2 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઇ
3/4 કપ તાજું દહીં
એક ચપટીભર હીંગ
1/4 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું (સ્વાદાનુસાર)
સજાવવા માટે
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
બનાવવાની રીત
એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં દહીં, હીંગ, હળદર, મરચાં પાવડર, મીઠું અને12 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
પીરસવાના સમય પહેલા, તેમાં ગાંઠીયા ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવીને રાંધી લો.કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.