સામગ્રી
1 કપ નાચનીનો લોટ
1/2 ટીસ્પૂન મરચાં પાવડર
1/4 ટીસ્પૂન હળદર
1/4 ટીસ્પૂન હીંગ
2 ટીસ્પૂન લીંબુનો રસ
1/4 ટીસ્પૂન લસણની પેસ્ટ
2 ટીસ્પૂન તેલ
મીઠું (સ્વાદાનુસાર)
બનાવાની રીત…
એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે લગભગ 5 ટેબલસ્પૂન પાણી નાખી નરમ કણિક તૈયાર કરી લો. આ કણિકને ગોળ નળાકારમાં વાળી સેવ બનાવવાના સાધનમાં મૂકીને બહારથી દબાવીને તેલ ચોપડેલી બેકીંગ ટ્રે પર ઝીણી સેવ બનાવીને મૂકો.
હવે આગળથી ગરમ કરેલા ઓવનમાં 2000 સે (4000 ફે) તાપમાન પર આ ટ્રે મૂકી 20 મિનિટ સુધી બેક કરી લો. પહેલી 7 મિનિટ પછી સેવને ઉથલાવી લો.
તે પછી દરેક 3 મિનિટના અંતરે ઉથલાતા રહી સેવના ટુકડા કરતા રહી બેક કરી લો. સેવને ઠંડી પાડી હવા બંધ બરણીમાં ભરી લો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.