સામગ્રી
50 ગ્રામ સ્પેગેટી
4 ટે સ્પૂન તેલ
50 ગ્રામ કોબીજ
50 ગ્રામ કેપ્સિકમ
50 ગ્રામ ફણસી
50 ગ્રામ ગાજર
1 ટી સ્પૂન ચીલી સોસ
1 ટી સ્પૂન સોયાસોસ
1 ટી સ્પૂન લાલ મરચું
1/2 લીંબુ
500 ગ્રામ મેંદો
તળવા માટે તેલ
1/4 ટી સ્પૂન બેકિંગ પાઉડર
મીઠું (સ્વાદનુસાર)
બનાવવાની રીત
પહેલા તો એક એક વાસણ લો તેમાં અડધું પાણી ભરવું. તેમાં 1 ટી સ્પૂન તેલ નાખવું. પાણી ઉકળે એટલે તેમાં સ્પેગેટીના ટુકડા કરીને એડ કરવા.જ્યારે એ બફાઈ જાય પછી તેને ચાળણીમાં કાઢી લઇ તેના પર ઠંડુ પાણી રેડવું. તેમાં 2 ટી સ્પૂન તેલ લગાડવું, જેથી ચોંટી ન જાય.
ત્યારે પછી એક વાસણ લો. તેમાં 2 ટે સ્પૂન તેલ મૂકી બધા જ શાક લાંબા-પાતળા કાપીને વધારવા. ફણગાવેલા મગ સાથે નાખવા.
મીઠું, નાખી અધકચરા બફાવા દો પછી તેમાં ચિલીસોસ, સ્પેગેટી, સોયાસોસ, મરચું નાખવું.
મેંદના લોટ માં 4 ટે સ્પૂન તેલ, મીઠું, લીંબુ, બેકિંગ પાઉડર નાખી, લોટ બાંધી, પુરી વણી, વચ્ચે શાક મૂકવું. સમોસા આકારે વાળીને તળવા ચાઈનીઝ સમોસા ને કોથમીર-ફુદીનાની ચટણી સર્વ કરો. .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.