Not Set/ આ રીતે ઘરે બનાવો ગણેશજીના પ્રિય મોદક

સામગ્રી 200 ગ્રામ મેદો દળેલી ખાંડ 200ગ્રામ કોપરાનું છીણ 200ગ્રામ ઈલાયચીનો ભૂકો બે ચમચી કતરેલા કાજુ બદામ અડધો કપ કિશમિશ અડધો કપ મોણ માટે એક ચમચો તેલ તળવા માટે ઘી. બનાવવાની રીત મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધીને અડધો કલાક સુધી મૂકી રાખો. હવે કોપરાના છીણમાં દળેલી ખાંડ, ઈલાયચીનો ભૂકો, કાજુ-બદામ કતરેલા, […]

Uncategorized
wefcgwedo 17 આ રીતે ઘરે બનાવો ગણેશજીના પ્રિય મોદક

સામગ્રી

200 ગ્રામ મેદો

દળેલી ખાંડ 200ગ્રામ

કોપરાનું છીણ 200ગ્રામ

ઈલાયચીનો ભૂકો બે ચમચી

કતરેલા કાજુ બદામ અડધો કપ

કિશમિશ અડધો કપ

મોણ માટે એક ચમચો તેલ

તળવા માટે ઘી.

બનાવવાની રીત

મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધીને અડધો કલાક સુધી મૂકી રાખો. હવે કોપરાના છીણમાં દળેલી ખાંડ, ઈલાયચીનો ભૂકો, કાજુ-બદામ કતરેલા, કિશમિશ નાખીને તેને મિક્સ કરી લો.

ત્યાર બાદ અડધો કલાક થઇ જાય પછી લોટના લૂઆ કરો. દરેક લૂઆની મધ્યમ આકારની પૂરી વણો.

પછી આ પૂરીમાં ખાંડ અને કોપરાનું મિશ્રણ ભરીને તેને મોદકનો આકાર આપો.

આ રીતે બધા  મોદક તૈયાર કરો. એક કઢાઈમાં ઘી ગરમ કરી લો. ગેસ ધીમો કરી થોડા થોડા કરીને બધા મોદક તળી લો. તૈયાર છે મોદક