સામગ્રી
50 ગ્રામ મગ દાળ
1/4 ટી સ્પૂન આદુ
1/4 ટી સ્પૂન જીરુ
1 ટેબલસ્પૂન માખન
મીઠુ (સ્વાદઅનુસાર)
20 ગ્રામ ડુંગળી
1/4 ટી સ્પૂન લસણ
1/2 ટી સ્પૂન લીંબુનો રસ
1/4 ટીસ્પૂન હળદર
જરૂર મુજબ પાણી
1 ટી સ્પૂન ફુદીનાના પાન
1 ટી સ્પૂન લીલા ધાણા
બનાવવાની રીત
પહેલાં તો તમે પેનમાં માખણ ગરમ કરી લો. ત્યાર પછી તેમા ડુંગળી નાખીને 30 સેકંડ માટે સારી રીતે સાંતળો અને લસણ આદુ અને લીલા મરચા, હળદર અને મીઠુ નાખીને બફાવા દો.
પછી તેમાં મગ દાળ નાખીને સારી રીતે મિક્સ કરો અને ત્રણ કપ પાણી નાખીને 15 મિનિટ માટે બફાવા દો. ત્યાર પછી દાળને ગાળીને બ્લેંડ કરી લો.
એક પેનમાં માખણ ગરમ કરો. પછી તેમા જીરુ નાખીને સેકો અને તેમા બ્લેંડ દાળ નાખીને ફરીથી ઉકાળો.
ત્યાર પછી તેમા લીંબુનો રસ નાખો અને દાળને ફુદીના અને ધાણાથી સજાવો
તૈયાર છે તમારી મગ દાળ શોરબા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.