સામગ્રી
8થી 10 ટામેટા
100 ગ્રામ પનીર
2 બટાકા-બાફેલા
1 લીલું મરચું
આદુ લાલ મરચું
ગરમ મસાલો
બારીક કાપેલી કોથમીર
જીરુ
તેલ
બનાવવાની રીત
પહેલાં તો તેમ ટામેટાને સારો રીતે ધોઇને ઉપરની તરફથી ચપ્પુથી થોડા કાપી અંદરનો બધો માવો કાઢી લો અને ટામેટાનો કાપેલો ભાગ સંભાળીને એક પ્લેટમાં મૂકી દો.
ત્યાર પછી બાફેલા બટાકાને મેશ કરી તેમાં છીણેલું પનીર, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો અને લીલી કોથમીર મિક્સ કરી દો.
બીજી બાજુ પેનમાં એક ટેબલ સ્પૂન ચમચી તેલ ગરમ કરી જીરુ નાંખી વઘાર કરો, હવે તેમાં લીલું મરચું, આદુ અને ટામેટાનો માવો નાંખી દો.
હવે તેમાં બટાકા-પનીરનું મિશ્રણ પણ નાંખી દો અને સારી રીતે મિક્સ કરો. ટામેટામાં ભરવાનું મિશ્રણ તૈયાર છે. ખાલી ટામેટામાં આ મિશ્રણને ભરી દો અને ટામેટાની જ કેપથી બંધ કરી પ્લેટમાં રાખી દો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.