સામગ્રી
1/2 કપ બ્રાઉન ચોખા
1/4 કપ પીળી મગની દાળ
1/4 કપ સ્લાઇસ કરેલું ફૂલકોબી
1/4 કપ છોલીને ટુકડા કરેલા બાતેકા
1/4 કપ સ્લાઇસ કરેલા રીંગણા
1/2 ટીસ્પૂન જીરૂ
1/2 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન મરચા પાવડર
1 ટેબલસ્પૂન લીલી પેસ્ટ
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
મીઠું (સ્વાદાનુસાર)
બનાવવાની રીત
ચોખા અને મગની દાળને જરૂરી પાણી સાથે ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો. એક પ્રેશર કુકરને ગરમ કરી તેમાં જીરૂ મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સુકું શેકી લો.
તે પછી તેમાં ફૂલકોબી, બટાટા, રીંગણા, કાંદા, હળદર, મરચાં પાવડર, લીલા મરચાંની પેસ્ટ, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સૂકા શેકી લો.
તે પછી તેમાં નીતારેલા બ્રાઉન ચોખા, મગની દાળ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. આ ખીચડીને હળવેથી મિક્સ કરી તરત જ પીરસો.