@ભાવેેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
છેલ્લાં એક સપ્તાહમાં સીઆઈડી ક્રાઈમે અમદાવાદ શહેરમાં બીજી વાર રેડ પાડીને ડુપ્લીકેટ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે તવાઈ બોલાવી છે.
ચાર દિવસ પહેલા સીઆઈડી ક્રાઈમે ગાંધીરોડ પર આવેલી ભૂપિ ઓપ્ટીકલ નામની ચશ્માની દુકાનમાં રેડ કરીને 5.87 કરોડના ડુપ્લીકેટ ચશ્મા કબ્જે કર્યા હતા ત્યારે મંગળવારે રીલીફ રોડ પર આવેલા એમ.જી માર્કેટમાં સીઆઈડી ક્રાઈમની ટીમે સપના એપ્રેલ્સ તેમજ માય શોપ નામની કપડાની દુકાનમાં રેડ કરીને મોટી સંખ્યામાં ડુપ્લીકેટ કપડાનો જથ્થો કબ્જે કર્યો હતો.
સીઆઈડી ક્રાઈમનાં નામે અજાણ્યા ઈસમો વેપારીઓ પાસેથી પૈસા લઈ ગયા હોવાની ફરિયાદના આધારે આ ટીમ એમ.જી માર્કેટમાં પહોંચી હતી જ્યા તપાસ દરમ્યાન ટીમને લીવાઈસ, એડીડાસ જેવી કંપનીની નકલી જીન્સ, ટી- શર્ટ મોટી માત્રામાં મળી આવ્યા હતા. સીઆઈડી ક્રાઈમે ડુપ્લીકેટ કપડાઓનો જથ્થો કારંજ પોલીસને સોંપીને વધુ તપાસ હાથ ધરી હતી.
Ahmedabad: ઉત્તરાયણ પહેલા પતંગ બજારમાં ભીડ, પતંગનાં ભાવમાં થયો વધારો…
Bhavnagar: કોરોનાની મહામારીમાં ખડેપગે રહેનાર આરોગ્ય કર્મીઓની હડતાલ…
Ahmedabad: સરકાર ની ગાઈડલાઇન મુજબ ઉજવાશે ઉતરાયણ, ડ્રોન મારફતે પોલીસ રાખ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…