Not Set/ વેક્સિનને લઈને બાબા રામદેવે કહ્યું કંઇક આવું…

કોરોના વેક્સિનની શોધ થયા બાદ ટ્રાયલ શરૂ થઈ ગયા હતા અને દેશભરમાં વિવિધ રાજ્યોમાં વેક્સિનેશન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની વચ્ચે વિવિધ પાર્ટીઓના નેતા રાજકીય રોટલા

Top Stories India
1

કોરોના વેક્સિનની શોધ થયા બાદ ટ્રાયલ શરૂ થઈ ગયા હતા અને દેશભરમાં વિવિધ રાજ્યોમાં વેક્સિનેશન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેની વચ્ચે વિવિધ પાર્ટીઓના નેતા રાજકીય રોટલા શેકવા જઈ રહ્યા છે. અને વેક્સિન બાબતે પોતાના નિવેદનો આપતા જોવા મળે છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આપેલા નિવેદન બાદ એક પછી એક નેતાઓનો ઉમેરો થતો જાય છે.તેની વચ્ચે યોગગુરૂ બાબા રામદેવે એક કાર્યક્રમ અંતર્ગત વેક્સિનેશન બાબતે નિવેદન આપ્યું છે.

delhi / દિલ્હીમાં પ્રથમ તબક્કામાં 3 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને તેમજ 6 લા…

બાબા રામદેવે જણાવ્યું હતું કે તેઓ દેશમાં આયોજિત થઈ રહેલા વેક્સિનેશનની કામગીરીને બિરદાવીને તેઓ આવકાર આપે છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આમાં ગાય કે સુવરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમજ હિન્દુ કે મુસ્લીમ ધર્મમાં અમુક ધર્મગુરુઓ આગળ આવીને આ વેક્સિન  ન લેવા માટે સલાહ આપી રહ્યા છે ત્યારે બાબા રામદેવે જણાવ્યું છે કે આ કોઈ ધર્મ સાથે જોડાયેલો મામલો નથી. તેઓ વેક્સિનનું સમર્થન કરે છે પરંતુ તેમણે જણાવ્યું હતું કે તેઓ વેક્સિન કરાવશે નહીં.

Accident / માઉન્ટ આબુના ઢોળાવ પરથી બસ પલટી, અનેક ઇજાગ્રસ્ત પાંચની હાલત …

આ અંગેની વાતચીત તેઓએ એક કાર્યક્રમ અંતર્ગત કરી હતી. તેમજ વેક્સિનેશન વિષે તેઓએ સમજ આપી હતી કે વૈજ્ઞાનિક રીતે  વેક્સિન નિર્માણ કરવામાં આવ્યું છે. હું આ વેક્સિનના વિરોધમાં નથી પરંતુ મારે વેક્સિનની  જરૂર નથી આ માટે હું વેક્સિન લગાવીશ નહીં.આ ઉપરાંત બાબા રામદેવ એવો દાવો કર્યો હતો કે તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને ગમે તેટલા કોરોના અવતાર આવે પરંતુ તેઓને ક્યારેય પણ કોરોના થશે નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…