મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં એક એવો બનાવ બન્યો જેણે આજે સંબંધો કઇ દિશામાં જઇ રહ્યા છે તેનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. જ્યા માત્ર સંપત્તિને લઇને એક વૃદ્ધ દંપતીને તેમના પૌત્ર અને પૌત્રવધુએ ઘરમાં ઘુસી નિર્દયતાથી માર માર્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. વૃદ્ધ દંપતીને છેલ્લા 2 વર્ષથી બંન્ને ખૂબ ત્રાસ આપતા હોવાનુ વૃદ્ધ દંપતીએ આરોપ લગાવ્યો છે. તદઉપરાંત તેમની સાથે અવાર-નવાર મારપીટ પણ તેઓ કરતા હોવાનુ સામે આવી રહ્યુ છે. હાલ પોલીસે વૃદ્ધની ફરિયાદનાં આધારે કેસ નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ ઘનશ્યામ દાસ ગોલકી માધવગંજ ચાર રસ્તા પાસે તેમના પરિવાર સાથે રહે છે. તેમને બે પુત્રો હતા. મોટી પુત્રીનું નિધન થઇ ચુક્યુ છે. ઘનશ્યામ દાસની વહુ અને પૌત્ર ઘરનાં ત્રીજા માળે રહે છે. અગાઉ તે બંને બીજી જગ્યાએ રહેતા હતા. ઘનશ્યામ દાસની પત્ની, નાના પુત્ર અને પૌત્રવધુ તેમની સાથે રહે છે. ગ્વાલિયરનાં સૌથી પોશ માર્કેટ પાસે માધવગંજમાં તેમનુ ત્રણ માળનું મકાન છે. જેને લઇને પૌત્રવધુ અને પૌત્ર તેમના હિસ્સાની માંગણી કરી રહ્યા છે અને સંપત્તિને વિભાજિત કરવા માંગે છે. પરંતુ અહી જે રીતે સંપત્તિની વહેચણીની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તેનાથી વૃદ્ધ ઘનશ્યામદાસ ડરી ગયા છે. અવાર-નવાર તેમની સાથે મારા મારી કરવામાં આવે છે અને અહી નજર રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સીસીટીવી કેમેરા પણ તોડી દેવામાં આવ્યા છે.
વૃદ્ધની સાથે મારા મારીનો એક વિડીયો તાજેતરમાં જ સામે આવ્યો છે, જેમા સ્પષ્ટ દેખાય છે કે મારા મારી કરવામાં કોઇ અન્ય નહી પણ વૃદ્ધનાં પૌત્ર અને તેમની પૌત્રવધુ જ છે. વૃદ્ધ ઘનશ્યામ દાસ અને તેમની પત્નિએ ઘરમાં ઘૂસીને મારા મારી કરવાની ફરિયાદ 2 વર્ષ પહેલા પણ કરી હતી ત્યારે પોલીસે એફઆઇઆર નોંધી લીધી હતી. હવે 21 જુલાઇનાં રોજ ફરી એકવાર ફરિયાદ કરવામાં આવી અને પોલીસે ફરી મામલાને નોંધી તપાસ શરૂ કરી પરંતુ વિવાદ શાંત થયો નહી. અહી સામે આવી રહ્યુ છે કે ઘરમાં ઘૂસી મારા મારી કરવાની ઘટના વારંવાર બની રહી છે, જેના ડરથી વૃદ્ધ ઘનશ્યામ દાસ પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દે છે.
વૃદ્ધ દંપતીએ આક્ષેપ લગાવ્યો છે કે પૌત્રવધુ અને પૌત્ર ભરણ પોષણનાં નામે 35 હજાર રૂપિયા માંગે છે અને સંપત્તિમાં ભાગેદારીની સતત માંગ કરી રહ્યા છે. તેવુ ન કરવા પર તેમની સાથે મારા-મારી કરવામાં આવે છે. અહી પોલીસે કેસ નોંધ્યો છે, પરંતુ પારિવારિક વિવાદનાં કારણે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.