દેશની ઔદ્યોગિક રાજધાની મુંબઇમાં કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ફાઉન્ડેશને દર્દીઓની સારી સારવાર આપવા માટેના અભિયાનને આગળ વધાર્યું છે. ફાઉન્ડેશન દ્વારા મુંબઇમાં 875 કોવિડ બેડની કામગીરી હાથ ધરી છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ 1 મેથી કોવિડ દર્દીઓ માટે મુંબઇના વરલીમાં નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે 550 બેડના કોવિડ યુનિટનો હવાલો સંભાળશે. અહીં 100 બેડનું આઈસીયુ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 15 મેથી ગંભીર દર્દીઓને અહીં પ્રવેશ મળવાનું શરૂ થઈ જશે.
આ સિવાય બીકેસી, મુંબઇની ટ્રાઇડન્ટ હોટેલમાં કોઈ લક્ષણો વગરના એસિમ્પટમેટિક દર્દીઓ માટે 100 પથારી તૈયાર કરવામાં આવી રહ્યા છે. મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલના રિલાયન્સ ફાઉન્ડેશનના ડોકટરો દ્વારા પણ દેશની પહેલી કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. અહીં ફાઉન્ડેશન 100 બેડ પર દર્દીઓની દેખરેખ રાખી હતી. તેની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન હવે વધારે 45 દર્દીઓની સારવાર માટે જવાબદાર રહેશે, જેમાં 45 આઇસીયુ બેડનો સમાવેશ થાય છે.
નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ આઇડિયા અને સેવન હિલ્સ હોસ્પિટલમાં તમામ કોરોના દર્દીઓની નિ: શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં આઇસીયુ બેડ, મોનિટર, વેન્ટિલેટર, અને અન્ય તબીબી સંબંધિત મશીનો અને 650 પથારી જેવા તમામ તબીબી સારવારનો સંપૂર્ણ ખર્ચ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં કરવામાં આવશે. ડોકટરો અને નર્સો સહિત ફ્રન્ટલાઈન સ્ટાફના 500 થી વધુ સભ્યો, દર્દીઓની સહાય માટે ચોવીસ કલાક ગોઠવવામાં આવશે.
કોવિડ દર્દીઓની સારવાર માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવેલા નવા પગલાઓ અંગે સંસ્થાના અધ્યક્ષ શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, –
“રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશા દેશની સેવા કરવામાં અગ્રેસર રહ્યું છે અને કોરોના મહામારી સામે લડવામાં ભારતને ટેકો આપવો અમારી ફરજ છે. દર્દીઓને ઉત્તમ તબીબી સંભાળ આપીને, અમારા ડોકટરો અને ફ્રન્ટલાઈન સ્ટાફ દ્વારા ઘણા દર્દીઓ તેમના અથાક પ્રયત્નોથી તેમનો જીવ બચાવવામાં મદદ કરી છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મુંબઇ શહેરમાં કોવિડ દર્દીઓ માટે કુલ 875 બેડનું સંચાલન કરશે. ”
“અમે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દમણ, દીવ અને નગર હવેલીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન મફતમાં આપી રહ્યા છીએ. ઓક્સિજનના ઉત્પાદનમાં હજી વધુ વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે આ ખરાબ તબક્કામાં ભારત અને મુંબઇને મદદ કરવા કટિબદ્ધ છીએ, એક ભારતીય તરીકે, આપણે જે જોઈએ તે કરીશું.જીતશે ભારત હારશે કોરોના! ”
અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, રિલાયન્સ ફાઉન્ડેશને “અનાજ સેવા” હેઠળ 5.5 કરોડ લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. આ મુશ્કેલ સમયમાં વિશ્વનો સૌથી મોટો ફૂડ ડિલિવરી પ્રોગ્રામ હતો.