રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની 44 મી એજીએમ પર વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ‘જિયોફોન નેક્સ્ટ’ લોન્ચ કરવાની જાહેરાત કરી. કંપનીના અધ્યક્ષ મુકેશ અંબાણીએ આ ફોન વિશે જણાવ્યું હતું કે દેશમાં હજુ પણ 300 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા નથી. તેમની પાસે બેઝિક ફોન છે. આવા લોકોને સ્માર્ટફોનમાં વાપરતા કરવા માટે કંપની જિઓફોન નેક્સ્ટને રજૂ કરશે.
વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન
જિઓફોન નેક્સ્ટ (Jiophone next) આ વર્ષે ગણેશ ચતુર્થી એટલે કે 10 સપ્ટેમ્બરથી બજારમાં ઉપલબ્ધ થશે. રિલાયન્સ દ્વારા ગૂગલના સહયોગથી આ ફોન તૈયાર કરાયો છે. આ ફોન એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. સ્માર્ટફોનમાં બેસ્ટ કેમેરા અને એન્ડ્રોઇડ અપડેટ્સ પણ મળશે. ફુલ્લી ફીચર્ડ આ ફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહિ પરંતુ દુનિયાનો સૌથી સસ્તો ફોન તરીકે દર્શાવ્યો છે.
ભારત માટે ખાસ તૈયાર
ગયા વર્ષે રિલાયન્સ જિઓએ ગૂગલ સાથે ભાગીદારીની ઘોષણા કરી હતી. ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ નવા સ્માર્ટફોન વિશે જણાવ્યું હતું કે, “અમારું આગલું પગલું ગૂગલ અને જિઓના સહયોગથી નવા, પોસાય તેવા જિઓ સ્માર્ટફોન બજારમાં મુકવાનું રહેશે. તે ભારત માટે બનાવવામાં આવ્યું છે. આ એવા લાખો નવા વપરાશકર્તાઓ માટે નવી સંભાવનાઓ ખોલશે જે પહેલીવાર ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ગૂગલ ક્લાઉડ અને જિઓ વચ્ચે નવી 5 જી ભાગીદારી એક અબજથી વધુ ભારતીયોને ઝડપી ઇન્ટરનેટ સાથે જોડાવામાં અને ભારતના આગામી તબક્કાના ડિજિટાઇઝેશન માટે પાયો નાખવામાં મદદ કરશે. “
ભારતને 2 જી મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું, “અમે વૈશ્વિક ભાગીદારો સાથે 5 જી ઇકોસિસ્ટમ વિકસાવવા અને 5 જી ઉપકરણોની શ્રેણી વિકસાવવા માટે કામ કરી રહ્યા છીએ. જિઓ ભારતને 2 જી ફ્રી બનાવવા માટે જ નહીં પણ 5 જી સક્ષમ કરવા માટે પણ કામ કરી રહ્યું છે.
રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયો ડેટા વપરાશના મામલે વિશ્વનું બીજું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે. રિલાયન્સ જિઓના નેટવર્ક પર દર મહિને 6300 મિલિયન જીબી ડેટા વપરાય છે. જે ગયા વર્ષ કરતા 45 ટકા વધારે છે.
અગામી Jio ફોનની કિંમત જાહેર નથી કરાઈ
જોકે, જિઓફોન-નેક્સ્ટના ભાવ જાહેર કરવામાં આવ્યા નથી. નિષ્ણાતો માને છે કે તેની કિંમત ખૂબ ઓછી રાખવામાં આવશે. જિઓ-ગૂગલનો એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન જિઓફોન-નેક્સ્ટ ગેમ ચેન્જર સાબિત થશે. તે 300 મિલિયન લોકોનું જીવન બદલી શકે છે, જેમના હાથમાં હજી 2 જી મોબાઇલ સેટ છે. ઝડપી ગતિ, સારી ઓપરેટિંગ સિસ્ટમ અને પરવડે તેવા ભાવના આધારે, જિઓ-ગૂગલનો નવો સ્માર્ટફોન કરોડો નવા ગ્રાહકો સાથે રિલાયન્સ જિઓની ઝોળી પણ ભરી શકે છે.