@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
પાટડી વોર્ડ નંબર 3માં આવેલા જમાદારવાસમાં છેલ્લા 5 વર્ષથી વારંવાર ગટર ઉભરાવવાના લીધે આ વિસ્તારના રહીશોના ઘરમાં ગટરના પાણી ઉભરાવવાના પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે પાટડી નગરપાલિકા દ્વારા પાટડી જમાદારવાસમાં અંદાજે સવા ત્રણસો ફૂટ પાઇપલાઇન નાખી ગટર ઉભરાવવાના પ્રશ્નનો કાયમી નિવેડો લવાતા આ વિસ્તારના રહીશોમાં રાહતની લાગણી ફેલાવા પામી હતી.
ગુજરાત: કોવિડ પોઝિટિવ થયેલા પાટડીનાં શિક્ષક નિવૃત્તિ બાદ પણ શાળામાં વૃક્ષો ઉછેરવા નિયમીત આવે છે
પાટડી નગરમાં રૂ. 30 કરોડના ખર્ચે ભુગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ કરાયા બાદ પાટડી નગરના જમાદારવાસ, રબારીવાસ અને માતૃવંદના સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં ગટરનો ઢાંકણા તૂટવાના અને ગટર ઉભરાવવાની વ્યાપક ફરીયાદો ઉઠતા પાટડીમાં ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણપણે ફેઇલ થઇ હોવાની બૂમરાડ ઉઠવા પામી હતી. જેમાં પાટડી નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવતા જમાદાર વાસમાં છેલ્લા 5 વર્ષથી ગટરો ઉભરાવવાના પ્રશ્નના લીધે આ વિસ્તારના રહીશોના ઘરોમાં ગટરનું ગંદુ પાણી ઘૂસી જતા આ વિસ્તારના રહીશોએ અગાઉ અનેકો વખત નગરપાલિકામાં વ્યાપક રજૂઆતો કરી હતી. છતાં આ પ્રશ્નનો નિવેડો ન આવતા આ વિસ્તારમાંથી અનેક લોકો ઘર ખાલી કરીને બહારની સોસાયટીમાં રહેવા જતા રહ્યાં હતા.
હત્યા: દ્વારકામાં પિતા પુત્ર સહિત ચાર ઈસમોએ મળીને યુવાનની કરી હત્યા, પોલીસે તમામની કરી ધરપકડ
ત્યારે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની હૈયા ધારણા અપાયા બાદ ચૂંટણી પરિણામો બાદ પાટડી નગરપાલિકાના વોર્ડ નં. 3ના કોર્પોરેટર શ્વેતાબેન ઠક્કર અને મોન્ટુભાઇ ઠક્કર દ્વારા વ્યાપક રજૂઆત કરાયા બાદ પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખ દ્વારા કોન્ટ્રાક્ટર ડી.એમ.પટેલ અને એન.કે.પરમારને હાજર રાખી જાતે ધ્યાન રાખીને પાટડી જમાદારવાસથી વાસોરિયા વાસ સુધી અંદાજે સવા ત્રણસો ફૂટ મોટી પાઇપલાઇન નાંખી ગટરના પાણીના પાંચ વર્ષના વિકટ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવતા આ વિસ્તારના રહીશોમાં રાહતની લાગણી ફેલાવા પામી છે.