Ahmedabad News: અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે. જુદા જુદા વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબકતા લોકો ભીંજાઈ ગયા છે. કેટલાય દિવસ બાદ વરસાદ પડતાં શહેરીજનો ખુશ થયા છે. બફારાના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા બાદ આજે બપોરે ઠંડકનો અહેસાસ થયો છે. શહેરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પ્રહલાદનગર, ઇનસપુર, મણિનગર, નરોડા, એસજી હાઈવે, ગોતા, બોપલમાં વરસાદ પડ્યો છે.
IMDની આગાહી અનુસાર આગામી 6 દિવસ 30થી વધુ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ભાવનગર, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દ.ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે.
આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાંક સ્થળ પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આજે સવાર 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઓલપાડમાં 32 મીમી જ્યારે ભાવનગરના તળાજામાં 15 મીમી વરસાદ વરસ્યો છે.
આજે ક્યા જિલ્લામાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, બોટાદ, દીવ અને કચ્છ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પૂરી સંભાવના છે.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા