અમદાવાદ,
મેષ (અ,લ,ઇ) : રાશિના જાતકો માટે આ અઠવાડિયાની શરૂઆત શાનદાર થાય. કાર્યક્ષેત્રનું વિસ્તરણ થાય. પ્રગતિકારક બની રહે તેમ જ સરળતા રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારે કાર્યક્ષેત્રે ગમે તેટલી મહેનત કરો પણ અસફળતા મળતા માનસિક કંટાળો ને શારીરિક થાક અનુભવો.
મિથુન (ક,છ,ઘ) : તમારી અર્થવ્યવસ્થામાં ગાબડું પડે ને પોતાના સ્વજનો છોડીને જતા રહે. દિવસ તાણયુક્ત પસાર થાય.
કર્ક (ડ,હ) : તમારી વિચારધારાને અનુકુળ વાતાવરણ સર્જાય ને વ્યક્તિ મળતા કાર્યક્ષેત્રે વિચાર્યા કરતા વધારે લાભ મેળવો.
સિંહ (મ,ટ) : તમારા કાર્યક્ષેત્રે આગામી પ્લાનિંગ બનાવો ને તેમાં વ્યસ્ત રહો સાથે વ્યવહારિક લેવડ-દેવડ પુરી કરો ને તાલમેલ જાળવો.
કન્યા (પ,ઠ,ણ) : તમારા સર્કલમાં ખોટી દલીલ ને સલાહ સૂચનોને કારણે તમારો અનાદર થાય. પોતાની જાતને એકલા અનુભવો.
તુલા (ર,ત) : તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો.
વૃશ્વિક (ન,ય) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો.
ધન (ભ,ધ,ફ) : તમારા રોજિંદા રૂટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે.
મકર (ખ,જ) : તમારા કાર્યક્ષેત્ર આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે, તમારી મહેનત રંગ લાવે. નાણાંકીય વૃદ્ધિ થાય
કુંભ (ગ,શ,સ) : તમારા કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધી અવરોધને રૂકાવટ ઊભી કરતા ધનહાનિ સંભવે ને ખોટી રઝળપાટ થાય.
મીન (દ,ચ,ઝ,થ) : તમારા સકારાત્મક કાર્યોને કારણે સમાજમાં યશ પ્રાપ્ત થાય. સામાજિક સ્તર ભર્યું થાય. બઢતી મળે.