Not Set/ ધન રાશિમાં શુક્ર-શનિનું મિલન, આ રાશિઓને થશે લાભ

અમદાવાદ, શુક્ર અને શનિ મળીને ધન આપે છે. શુક્ર ખુશીની સાથે ધન આપે છે, ત્યાં જ શનિ પ્રામાણિકતાથી ધન આપે છે. આવી પરિસ્થિતિમાં તમારૂ ધન કોઈ નહીં હડપી શકતું. ગુરૂની રાશિ ધનમાં શુક્ર અને શનિનું મિલન થવાનું છે. શનિ પહેલાથી જ ધન રાશિમાં છે અને શુક્ર 29 જાન્યુઆરીએ ઘન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર અને શનિ […]

Uncategorized
mk 8 ધન રાશિમાં શુક્ર-શનિનું મિલન, આ રાશિઓને થશે લાભ

અમદાવાદ,

શુક્ર અને શનિ મળીને ધન આપે છે. શુક્ર ખુશીની સાથે ધન આપે છે, ત્યાં જ શનિ પ્રામાણિકતાથી ધન આપે છે. આવી પરિસ્થિતિમાં તમારૂ ધન કોઈ નહીં હડપી શકતું. ગુરૂની રાશિ ધનમાં શુક્ર અને શનિનું મિલન થવાનું છે. શનિ પહેલાથી જ ધન રાશિમાં છે અને શુક્ર 29 જાન્યુઆરીએ ઘન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર અને શનિ જો બળવાન હોય, તો ધન-સંપત્તિ ખુબ આવે છે. તો આવો જાણીએ કે આ અનોખા મિલનથી રાશિઓ પર શું અસર થશે.

મેષ: શનિ અને શુક્રના અનોખા મિલનથી મેષ રાશિના લોકોને ઉન્નતી મળશે. અત્યાર સુધી શનિ મુશ્કેલી લાવી રહ્યો હતો, પરંતુ હવે નવું કામ શરુ કરી શકાય છે.ગુલાબનું પરફ્યુમથી પણ ફાયદો થશે.

વૃષભ: શનિ અને શુક્રના મિલનથી આ રાશિના લોકોનું દેવુંની સમસ્યા સમાપ્ત થશે. ધન લાભ થશે. કમાઈમાં નવી તકો મળશે.તામ્બુ ધારણ કરો.

મિથુન: મિત્રોથી મદદ મળશે.પહેલાં કોઈ પણ સાથ આપી રહ્યું ન હતું, પરંતુ શનિ અને શુક્રના મિલન પછી એક નવો મિત્ર બનશે. કોઈ પણ જરૂરીયાતવાળી વ્યક્તિને અડદ દાન કરવાથી ફાયદો થશે.

કર્ક: આ રાશિના લોકોને કલેશની તકલીફની સમસ્યાથી છુટકારો મેળવશે. વ્યાપાર નોકરીમાં મન લાગશે. હનુમાનજીને લાડુ ચઢવો.

સિંહ: આ મિલનથી સિંહ રાશિના લોકોને ઘન લાભ થશે. ક્રોધથી બચવું. નોકરીમાં પ્રમોશન માટે પ્રયાસ કરવાથી સફળતા મળશે. ગુલાબી રૂમાલનું દાન કરો.

કન્યા: શુક્ર અને શનિના મિલન પછીથી કન્યા રાશિના લોકોના દરેક કામ થવા લાગશે. હનુમાન ચાલીસા વાંચવાથી લાભ થશે.

તુલા: કામમાં મહેનતથી ફળ મળશે. આળસથી દૂર રહો. સંબંધો સારા થશે. નોકરીમાં પ્રમોશન થશે. ખાંડ, ચોખા દાન કરો.

વૃશ્ચિક: પૈસાની તંગી ઝડપથી દૂર થઈ જશે. પ્રેમ સંબંધ સુધારશે. કામમા મન લાગેશે.

ધન: વેપારમાં લાભ થવાના યોગ છે. લોકોથી સંબંધોમાં મધુરતા આવશે. બે ટીપા દૂધના પાણીમાં નાખીને સ્નાન કરવાથી ફાયદો થશે.

મકર: કોઈ નવા સારા સમાચાર મળશે. નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. કામ ઝડપથી પૂર્ણ કરી લેશો.

કુંભ: વધુ કામ કરવા માટે તક મળશે. આગળ જરૂર વધશો. સૂર્યને પાણી ચઢવાથી બધા પ્રકારના કામ બનશે.

મીન: અનિયંત્રિત ખર્ચથી બચવું. ધન લાભ થશે. પ્રેમના સંબંધોમાં મધુરતા આવે છે.