મુંબઇ,
આજે દેશભરમાં રાતે હોળીકા દહન થશે અને તેની તૈયારીઓ થઇ રહી છે. હોળીકાના દહનને આસુરી તત્વોનો નાશ રૂપમાં જોવામાં આવે છે અને દેશભરમાં આ વખતે આતંકવાદ અને આતંકીઓ સમાજમાં ફેલાયેલી અન્ય આસુરી તત્વોનું હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. તો આવો તેમે પણ જોવો આજે દેશભરમાં કેવી-કેવી હોળીકાનું દહન થઇ રહ્યું છે….
મસૂદ અઝહરનું દહન
પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને હોળીની આગમાં દહન કરવાની સંપૂર્ણ તૈયારી થઇ ચુકી છે. મુંબઇના વર્લી વિસ્તારમાં હોળી પર પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહરનું હોલિકા દહન કરવાની તૈયારીઓ થઇ ચુકી છે.
PUBG ના પુતળાનું થશે દહન
દેશના ઘણા રાજ્યમાં બેન થઇ ચુકેલી ઓનલાઈન ગેમ પબજીનું પુતળું આ વખતે હોળી પર સળગવાની તૈયારી છે. મુંબઇમાં પબજીના પુતળાને પણ હોલિકા દહન માટે સજાવામાં આવ્યું છે.
આતંકવાદ પણ આવશે બાળવામાં
હોળીના આ ઉત્સવમાં આતંકવાદને પણ આગમાં બાળવામાં આવશે. મુંબઇના એક મેદાનમાં આવી પણ હોળીકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે.