Not Set/ જ્યોતિરાદિત્યના ચંપલ ચોરાયા અને સરકાર બની, મંદિરમાં જૂતા ચોરીને કેમ શુભ મનાય છે, જાણો

અમદાવાદ, મધ્યપ્રદેશમાં હમણાંજ  વિધાનસભા ચૂંટણી યોજાઈ ગઈ.મધ્યપ્રદેશ કોંગ્રેસનાં ચૂંટણી કેમ્પેઇન વડા જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર દર્શન કરવા માટે ઉજ્જૈન ગયા હતા. તેમણે પત્ની પ્રિયદર્શની અને પુત્ર સાથે પ્રભુને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. વિધિ -વિધાન સાથે પુજન અભિષેક કર્યું પરંતુ તેમનાં ચપ્પલ ચોરાઇ ગયા હતા. જો કે સ્થાનિક કાર્યકર્તાઓ તેમનાં ચપ્પલ ચોરી થવાનાં કારણે ખુબ જ […]

Uncategorized
mam જ્યોતિરાદિત્યના ચંપલ ચોરાયા અને સરકાર બની, મંદિરમાં જૂતા ચોરીને કેમ શુભ મનાય છે, જાણો

અમદાવાદ,

મધ્યપ્રદેશમાં હમણાંજ  વિધાનસભા ચૂંટણી યોજાઈ ગઈ.મધ્યપ્રદેશ કોંગ્રેસનાં ચૂંટણી કેમ્પેઇન વડા જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર દર્શન કરવા માટે ઉજ્જૈન ગયા હતા. તેમણે પત્ની પ્રિયદર્શની અને પુત્ર સાથે પ્રભુને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. વિધિ -વિધાન સાથે પુજન અભિષેક કર્યું પરંતુ તેમનાં ચપ્પલ ચોરાઇ ગયા હતા.

જો કે સ્થાનિક કાર્યકર્તાઓ તેમનાં ચપ્પલ ચોરી થવાનાં કારણે ખુબ જ ખુશ થઇ ગયા હતા. તેઓએ કહ્યું કે, મહાકાલેશ્વર મંદિરમાંથી ચપ્પલની ચોરી થાય તેને સારો સંકેત માનતા હતા.

નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકાર બનાવી છે.મંદિરમાં બૂટ-ચપ્પલ ચોરી થવા તે કોઇ નવી વાત નથી. ન માત્ર મંદિર પરંતુ કેટલાય ધાર્મિક સ્થળ પર આવેલા ભક્તો સાથે આવી ઘટના બનતી જ હોય છે. પરંતુ જુની માન્યતાઓ અનુસાર બૂટ-ચપ્પલની ચોરી થવી એક શુભ સંકેત છે અને વિશેષ રીતે આ ઘટના મંદિરમાં બને તો વધારે સારું છે અને જો સંયોગથી શનિવારનો દિવસ હોય તો સૌથી સારું માનવામાં આવે છે.