સુરતના યુવકે ડાયમંડ પર અનોખી જ કળા કંડારી છે. સુરતમાં રહેતા અને એક ડાયમંડ કંપનીના ડિરેક્ટર આકાશ સલીયાએ આ ડાયમંડ ડિઝાઇન કર્યો છે. વર્ષ 1998માં તેમના નજીકના સંબંધીએ એક ત્રણ કેરેટનો ડાયમંડ ખરીદ્યો હતો. તે સમયે તેની કિંમત અંદાજે 45 હજારની હતી. 14 વર્ષ પછી એ ડાયમંડમાં તેમને ભારતના નક્શાનો ભાસ થયો. અને તેના પરથી તેઓએ એ ડાયમંડને ભારતના નકશાના રૂપમાં તૈયાર કર્યો. બે મહિના સુધી રોજના પાંચ કલાક કામ કરીને આ ડાયમંડને નકશામાં પરિવર્તિત કર્યો.
આ કામ એટલું આસાન નહોતું. કારણ કે લેસર દ્વારા કામ લેવાનું હતું. અને લેસર દ્વારા હીરો તૂટવાની શકયતા વધારે હતી. જ્યારે ભારતનો નકશો તૈયાર થયો ત્યારે તેનું વજન 1.46 કેરેટ હતું જ્યારે નકશો તૈયાર થયો ત્યારે તેને સલામી આપીને સેફ વોલ્ટમાં મૂકી દીધો હતો.
ત્યારબાદ 2017માં આ ડાયમંડ જ્યારે ફરી બહાર કાઢ્યો તો ફરી તેઓને આ ડાયમંડ પર કામ કરવાની ઈચ્છા થઈ. અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ અંકિત કરવાનો વિચાર કર્યો.
મેન્યુફકેચરર અને ડિઝાઈનર કેયુર મિયાણી અને આકાશ સલીયા બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત હતા. આથી તેઓએ નવા ભારતના ઘડવૈયા નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ એ ભારતના નકશામાં અંકિત કરવાનો વિચાર કર્યો. અને આ રીતે ઘણી ચીવટતાથી ડાયમંડ પર તૈયાર થયેલા ભારતના નકશામાં વડાપ્રધાન મોદીની પ્રતિકૃતિ પણ તૈયાર કરીને અનોખી જ કળા દર્શાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.