ગાંધીનગર/ વિધાનસભા ગૃહમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અચાનક લથડી તબિયત

ગુજરાતમાં હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ચાલુ વિધાનસભાના સત્રમાં જ રાજ્ય સરકારમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયતને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Top Stories Gujarat Others
A 336 વિધાનસભા ગૃહમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અચાનક લથડી તબિયત

ગુજરાતમાં હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ચાલુ વિધાનસભાના સત્રમાં જ રાજ્ય સરકારમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયતને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રુપાણી સરકારમાં મહેસૂલ મંત્રી એવા કૌશિકભાઈ પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત લથડી હતી. જો કે ત્યારબાદ તેઓને તાત્કાલિક ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યા હતા.

જો કે મહેસૂલ મંત્રી કૌશિક પટેલને સોમવારે જ ભોજન પછી અપચા જેવી ફરિયાદ હતી અને આજે વિધાનસભા ગૃહમાં જ તેઓની તબિયત બગડી હતી અને બહાર નીકળતી વખતે વોમિટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : વડોદરામાં 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને દરરોજ ૨૦૦૦થી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે, ત્યારે આ સ્થિતિમાં રાજ્યમાં અનેક ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે.
આ સ્થિતિમાં અત્યારસુધીમાં એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમા જ પોઝિટિવ આવ્યા છે, જે સરકાર માટે પણ ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો :ગાંધીનગર સર્કિટ હાઉસમાં મેનેજર સહિત 15ને કોરોના પોઝિટીવ

બીજી બાજુ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદની આઈઆઈએમ, આઈઆઈટી, જીટીયુ બાદ હવે ગાંધીનગર સર્કિટ હાઉસના 15 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કર્મચારીઓના પોઝિટીવ આવવાને કારણે વહીવટીતંત્રમાં હલચલ મચી ગઈ છે.

આ પણ વાંચો :ભાઈ ના હાથે ભાઈની હત્યા હોળી બની ખૂનની હોળી, આરોપી કરાઈ ઘરપકડ