Gujarat News/ ખેડૂત ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસૂલી રેકોર્ડને ધ્યાનમાં લેવાશે, પહેલાંના રેકોર્ડની જરૂર નહીં રહે

1951-52થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પુરાવાઓ માગવામાં આવે છે

Top Stories Gujarat
Beginners guide to 2024 09 13T205805.339 ખેડૂત ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસૂલી રેકોર્ડને ધ્યાનમાં લેવાશે, પહેલાંના રેકોર્ડની જરૂર નહીં રહે

Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. ગુજરાતમાં જમીન NA કરાવવી સરળ બનશે. હવેથી ખેડૂત ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ, 1995થી જ મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવાશે, પહેલાંના રેકોર્ડની જરૂર નહીં રહે.રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હકપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે. CM સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે બિનખેતીની પરવાનગી દરમિયાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકોર્ડની બિન ઉપલબ્ધતા અને બિનખેતી મંજૂરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ નડે છે.

1951-52થી બિનખેતી પરવાનગી સમયે જ્યારે મૂળથી ખેડૂત ખાતેદાર હોવાના આધાર પુરાવાઓ માગવામાં આવે છે. આવા પુરાવાઓ જિલ્લા વિસ્તરણ, પૂર જેવી આકસ્મિક કુદરતી આપત્તિઓ તેમજ વડીલો અને હાલ ખરીદ કરનારાઓ દ્વારા જૂના માણસોના ખેડૂત હોવાના પુરાવાઓ અપ્રાપ્ય હોવાને કારણે વેચાણ નોંધો તેમજ બિનખેતી અરજીઓ ખેડૂત ખરાઈના મુદ્દે દફતરે કરવાના કે નામંજૂર કરવાના કિસ્સાઓ રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યા છે.આના પરિણામે મૂળ ખેડૂત ખરાઈ બાબતે મૂળથી રેકોર્ડની ચકાસણી કરવા બાબતે રેકોર્ડની બિનઉપલબ્ધતાના કારણે વેચાણ નોંધો અને બિનખેતી મંજૂરીઓના કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મુખ્યમંત્રીએ મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. ખેતીની જમીનની વેચાણનોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તા. 6 એપ્રિલ, 1995 પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાના રહેશે.

ફક્ત એટલું જ નહીં, આવી ખરાઈ કરતી વખતે 6 એપ્રિલ 1995 પહેલાંના સમયે ધારણ કરેલી કોઈ જમીનના કિસ્સામાં અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે એની ચકાસણી કરવાની બાબતો ખેતીની જમીનની હવે પછી વેચાણની નોંધ મંજૂર કરવાના તબક્કે લાગુ પડશે નહીં.ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડ તપાસીને સક્ષમ મહેસૂલી સત્તાઅધિકારીએ ખેડૂત ખરાઈ કરી આપવા નોંધ પ્રમાણિત કરવાનો નિર્ણય કરશે. વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં. જોકે આવી ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણનોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદારે પોતે ખેડૂત ખાતેદાર હોવાનું સોગંદનામું નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે.

મુખ્યમંત્રીએ વધુમાં એવો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે મૂળથી જૂની શરતની હોય તથા ખેતીથી ખેતીના હેતુ માટે જૂની શરત થયેલા હોય, પરંતુ બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય એવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ, 1995 પછીનો જ રેકોર્ડ ધ્યાનમાં લેવાનો રહેશે. આવી પરવાનગી વખતે કબજેદારો પાસેથી “ફક્ત બિનખેતીવિષયક પરવાનગી આપવાની અરજી હોવાનું તેમજ આ પરવાનગીથી માલિકીપણા-ટાઈટલ કે અન્ય કોઈ બાબતે વિસંગતતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાપાત્ર રહેશે.” એ પ્રકારનું સોગંદનામું કલેક્ટરોએ મેળવી લેવાનું રહેશે. બિનખેતી પરવાનગી અંગેની અન્ય જોગવાઈઓ યથાવત્ રહેશે તથા એનો ચુસ્તપણે અમલ તમામ સક્ષમ સત્તાધિકારીઓએ કરાવવાનો રહેશે.મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજજા બાબતે લિટિગેશન કે તપાસ પડતર છે એવા કિસ્સાઓમાં આ જોગવાઈઓ લાગુ પડશે નહિ. CMના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો અંગેના ઠરાવો રાજ્યના મહેસૂલ વિભાગે જારી કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યા, એક જ કુટુંબના 4નાં મોત

આ પણ વાંચો:જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો, 12 કલાકે મળ્યો મૃતદેહ

આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું