ઋષિ સુનકે 5 જુલાઈના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું. બોરિસ જોન્સને પણ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઋષિ સુનક વડાપ્રધાનની રેસમાં સૌથી મજબૂત દાવેદાર હતા. બ્રિટનમાં બોરિસ જોન્સન સરકારમાંથી રાજીનામું આપનાર ઋષિ સુનકની પત્નીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરમાં ઋષિની પત્ની અક્ષતા મૂર્તિ, તેમના નિવાસસ્થાનની બહાર પત્રકારો માટે ટ્રેમાં ચા અને નાસ્તો લઈ જતા જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે ઋષિ સુનક યુકે કેબિનેટના પહેલા મંત્રીઓમાંના એક છે, જેમણે 5 જુલાઈએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના અને કેટલાક કેબિનેટ મંત્રીઓના રાજીનામા બાદ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને પણ દબાણમાં રાજીનામું આપવું પડ્યું હતું.
5 જુલાઈએ રાજીનામું આપ્યા બાદ સુનક જાહેરમાં જોવા મળ્યા નથી.
6 જુલાઈના રોજ લંડનમાં ઋષિ સુનકના ફ્લેટની બહાર કેટલાક પત્રકારો અને ફોટોગ્રાફરો એકઠા થયા હતા. તેઓ ઋષિ સુનકની એક ઝલકની રાહ જોઈ રહ્યા હતા જેથી તેને તેમના કેમેરામાં કેદ કરી શકાય. આ દરમિયાન સુનકની પત્ની અક્ષતા હાથમાં ચા અને નાસ્તાની ટ્રે સાથે બહાર જોવા મળી હતી. તેણીએ પત્રકારોનું ચા-નાસ્તો આપી સ્વાગત કર્યું અને વિદાય લીધી.
ચાની ટ્રે લઈને આવતા અક્ષતા મૂર્તિની આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. આવી સ્થિતિમાં કેટલાક લોકોની નજર અક્ષતાના હાથમાં રહેલા ચાના મગ પર પડી. આ મગ ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અબજોપતિ નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતાના ડિઝાઇનર એમ્મા લેસી મગ હતા. એક કપની કિંમત 38 પાઉન્ડ એટલે કે લગભગ 3600 રૂપિયા જણાવવામાં આવી રહી છે.
2018માં બોરિસ જોનસન પણ પત્રકારો માટે ચા લાવ્યો હતો
ઋષિ સુનકની પત્ની અક્ષતા પત્રકારો અને ફોટોગ્રાફરો માટે ટ્રેમાં ચા લઈને જતી હોવાના કિસ્સાને બોરિસ જોન્સનની ઘટના સાથે જોડવામાં આવી રહ્યો છે.
વર્ષ 2018માં બોરિસ જ્હોનસન પણ આવી જ રીતે પોતાના ઘરની બહાર ફોટોગ્રાફર્સ માટે ચાની ટ્રે લઈને પહોંચ્યા હતા.
તે સમયે બોરિસ વડાપ્રધાન ન હતા. તેમના પર મુસ્લિમ મહિલાઓ વિશે વાંધાજનક નિવેદન આપવાનો આરોપ હતો. તમને જણાવી દઈએ કે ઋષિ સુનકે એમ કહીને રાજીનામું આપ્યું હતું કે તેઓ હવે વડાપ્રધાન જોન્સન પ્રત્યે વફાદાર રહી શકશે નહીં. તેમણે રાજીનામામાં કહ્યું હતું કે લોકો સરકાર પાસેથી યોગ્ય અને ગંભીરતાથી કામ કરે તેવી અપેક્ષા રાખે છે. તેમના રાજીનામાથી સરકારમાં રાજીનામાની લહેરખી જામી હતી. છેલ્લા બે દિવસમાં 40થી વધુ નાના-મોટા મંત્રીઓએ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
World/ જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર હુમલો, ભાષણ દરમિયાન ગોળી