મુંબઈના મશહૂર આરકે સ્ટૂડિયોમાં શનિવારે બપોરે ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આગ પર અકુંશ મેળવવા માટે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંદર ધુમાડો ફેલાવવાના કારણે આગ પર અંકુશ મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડિ રહ્યો છે. આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે.