નિવેદન/ RMC દ્વારા શહેરભરમાં ૨૬ ટીમો દ્વારા  સિરો સર્વેલન્સની કામગીરી જોરશોરથી શરૂ : મેયર ડૉ.પ્રદીપ ડવ

ગુજરાતમાં વેક્સીનેશનના પગલે કોરોના મહામારીથી સંક્રમિત ન થયેલ હોય તેવા લોકોમાં તેમજ કોરોના મહામારીમાંથી સાજા થઇ ગયેલા દર્દીઓમાં કેટલા પ્રમાણમાં એન્ટીબોડી(રોગપ્રતિકારક શક્તિ) વિકસિત થઇ ચુકી છે તેની માહિતી એકત્ર કરવા સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિરો સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ છે.

Gujarat Rajkot Trending
RMC

RMC દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.પ્રદીપ ડવ જણાવે છે કે,  રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીના પડકારમાં મક્કમતાથી અને સફળતાપૂર્વક સામનો કરવામાં આવી રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર ગત જાન્યુઆરી-૨૦૨૧થી વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવેલું છે. ગુજરાતમાં વેક્સીનેશનના પગલે કોરોના મહામારીથી સંક્રમિત ન થયેલ હોય તેવા લોકોમાં તેમજ કોરોના મહામારીમાંથી સાજા થઇ ગયેલા દર્દીઓમાં કેટલા પ્રમાણમાં એન્ટીબોડી(રોગપ્રતિકારક શક્તિ) વિકસિત થઇ ચુકી છે તેની માહિતી એકત્ર કરવા સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિરો સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ છે.

ગાંધીનગર / કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ – કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પરેશ ધાણાનીને માથામાં પહોંચી ઈજા

siro survey 1 RMC દ્વારા શહેરભરમાં ૨૬ ટીમો દ્વારા  સિરો સર્વેલન્સની કામગીરી જોરશોરથી શરૂ : મેયર ડૉ.પ્રદીપ ડવ

મેડીકલ કોલેજ પી.એસ.એમ. ડીપાર્ટમેન્ટના સહયોગથી મેડીકલ ટીમની તાલીમ અને નિયુક્તિ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી મેડીકલ કોલેજ પી.એસ.એમ. ડીપાર્ટમેન્ટના સહયોગથી તા.૦૬/૦૮/૨૦૨૧થી મેડીકલ ટીમની તાલીમ અને નિયુક્તિ કરવામાં આવેલ છે.રાજય સરકાર દ્વારા દરેક સેમ્પલ રેન્ડમ ૫૦ ક્લસ્ટર(પોલીયો બુથ પ્રમાણે) નક્કી કરવામાં આવેલ છે. મેડીકલ ટીમ દ્વારા દરેક ક્લસ્ટરમાંથી  જેમાં ૫ થી ૯ વર્ષ ના ૪, ૧૦ થી ૧૮ વર્ષ ના ૮ અને ૧૮ વર્ષ થી ઉપરના ૧૨ પુરુષ તેમજ ૧૨ સ્ત્રીના એમ કુલ મળીને ૩૬ સેમ્પલ લેવામાં આવશે. આ તમામ પ્રક્રિયા ૪ દિવસમાં પૂર્ણ થશે અને ૪ દિવસના અંતે કુલ ૧૮૦૦ સેમ્પલ લેવામાં આવશે.લેવામાં આવેલ દરેક સેમ્પલની માહિતી “કોબો ટુલ્સ” નામના સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે.

ગૌરવ / દેશમાં સૌ પ્રથમ રાજકોટ ચિત્રનગરીના કલાકારોએ દીવાલો પર ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતના 7 ખેલાડીઓના ચિત્રો બનાવ્યા

siro 2 1 RMC દ્વારા શહેરભરમાં ૨૬ ટીમો દ્વારા  સિરો સર્વેલન્સની કામગીરી જોરશોરથી શરૂ : મેયર ડૉ.પ્રદીપ ડવ
શહેરમાં સિરો સર્વેલન્સની આ કામગીરી માટે આરોગ્ય શાખાની ર૬ ટીમની રચના 

 દરેક ટીમમાં ૧ લેબ ટેક, ૧ MPHW, ૧ આશા વર્કર કામગીરી કરશે તથા ૧ સુપરવાઈઝર સુપરવિઝન કરશે. સેમ્પલ કલેક્ટ કરી, પ્રોસેસ કર્યા બાદ તેને PDU મેડીકલ કોલેજના માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટમાં પહોંચાડવામાં આવશે.

શહેરભરમાં તા.૧૦/૦૮/૨૦૨૧થી સિરો સર્વેલન્સ સેમ્પલીંગ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને આગામી પ થી ૬ દિવસમાં સેમ્પલ લેવાની કામગીરી પુર્ણ કરવામાં આવનાર છે.

વિશેષમાં મેયર ડૉ.પ્રદીપ ડવએ જણાવેલ છે કે, કોરોના વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સ્વાસ્થ્ય સુખાકારી અને સલામતી માટે નીચે મુજબની કામગીરી કરવામાં આવી રહી છે.

ગુજરાત / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવા મોટું નિવેદન

siro 3 1 RMC દ્વારા શહેરભરમાં ૨૬ ટીમો દ્વારા  સિરો સર્વેલન્સની કામગીરી જોરશોરથી શરૂ : મેયર ડૉ.પ્રદીપ ડવ

 1 આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવતી કામગીરી
·        OPD,
·        કેન્દ્ર પર ટેસ્ટીંગ,
·        ધન્વંતરી દ્વારા એરીયાવાઈઝ RTPCR ટેસ્ટીંગ અને દરેક પ્રકારના રોગની
સારવાર,
·        આરોગ્ય કેન્દ્ર પર  પર કોવિડ -૧૯ના  ૨સીકરણની કામગીરી

2. ધનવંતરી રથ
·        ધનવંતરી ૨થ સ્લમ અને જે એરીયામાં કોવિડના કેસ આવતા હોય તેવા એરિયામાં જઈ હાઈ રીસ્ક અને લો રીસ્ક કોન્ટેક્ટ ટ્રેસીંગ કામગીરી.
·        શરદી , ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું ટેસ્ટીંગ(એન્ટીજન અને RTPCR )
·        લક્ષણો ધરાવતા તમામ લોકોને સ્થળ પર ડોક્ટર દ્વારા સારવાર
·        ધન્વંતરી  રથ ટીમ દ્વારા બી.પી, ઓક્સીજન, ડાયાબીટીસ માપવાની કામગીરી

Political / સંસદમાં હંગામાથી ભરેલા સત્ર વચ્ચે વેકૈયા નાયડુ થયા ભાવુક

૩ સંજીવની રથ

·        કોરોના પોઝીટીવ આવેલ હોય અને મહાનગરપાલિકા વિસ્તારમાં ઘરે સારવાર મેળવતા દર્દીઓની દરરોજ સંજીવની રથ ટીમ દ્વારા વિઝીટ , સારવાર અને ફોલોઅપ
·        દર્દીના લક્ષણોના આધારે જો જરૂર જણાય તો હોસ્પિટલમાં વધારાની સારવાર અર્થે રીફર કરવાની કામગીરી

4 ૧૦૪ ટીમ

·        મહાનગરપાલિકા વિસ્તારમાં ટેલીફોનીક કોલ દ્વારા ૧૦૪ મેડીકલ ટીમ દ્વારા કોલરના ઘરે જઈ નિદાન , ટેસ્ટ અને સારવારની કામગીરી .
A.   કોરોનાની સ્થિતિ તા.૧૦/૦૮/૨૦૨૧ મુજબ;

1 ) ટોટલ કેસ :૪ર,૮૦૦
2 ) ટોટલ એક્ટીવ કેસ :૨૧
3 ) ટોટલ હોમ આઇશોલેશનમાં(એક્ટીવ કેસ) : ૨૦
4 ) ટોટલ ડીસ્ચાર્જ : ૪૨,૩૨૫
5 ) ટોટલ કોરોના મૃત્યુ :  ૪પ૭
6 ) રીકવરી રેટ : ૯૮.૮૯%
7 ) છેલ્લા ૭ દિવસમાં આવેલ પોઝીટીવ કેસ : ૮
8 ) ટોટલ કરવામાં આવેલ કોરોની ટેસ્ટ : ૧૨,૮૯,૧૬૦
RTPCR ટેસ્ટ : ૨,૫૯, ૬૩૬. એન્ટીજન ટેસ્ટ : ૧૦,30,૦૨૪.

B.  વેક્સીનેશનની સ્થિતિ :

1 ) કુલ વેક્સીનેશન કરવામાં આવેલ ડોઝની સંખ્યા:
પ્રથમ ડોઝની સંખ્યા: ૮,૯૭,૬૦૨(૯૦.૩૫%)
બીજા ડોઝની સંખ્યા: ૩,૧૨,૭૫૩(૩૪,૮૪% )

C. સર્વેલન્સ :

1) ધન્વન્તરી રથની સંખ્યા – ૯૩
2) 104 વાહનની સંખ્યા -3
3) સંજીવની રથની સંખ્યા -૩

 D .ઓક્સીજનની પ્લાન્ટની વિગત :

1) સરકારી હોસ્પિટલ ઓક્સીજન પ્લાન્ટ કેપેસીટી = 5.34 MT પી.ડી.યુ. મેડીકલ કોલેજ = 4.84 MT
પદ્મકુંવરબા હોસ્પિટલ = 0.5 MT
2) પ્રાયવેટ હોસ્પિટલ ઓક્સીજન પ્લાન્ટ કેપેસીટી = 4.44 MT 6 ક્રાઈસ્ટ હોસ્પિટલ = 0.81 MT .
પંચનાથ હોસ્પિટલ = 0.43 MT
વૈદેહી બેકબોન હોસ્પિટલ = 3.20 MT

siro 4 1 RMC દ્વારા શહેરભરમાં ૨૬ ટીમો દ્વારા  સિરો સર્વેલન્સની કામગીરી જોરશોરથી શરૂ : મેયર ડૉ.પ્રદીપ ડવ

majboor str 6 RMC દ્વારા શહેરભરમાં ૨૬ ટીમો દ્વારા  સિરો સર્વેલન્સની કામગીરી જોરશોરથી શરૂ : મેયર ડૉ.પ્રદીપ ડવ