@ સાગર સંઘાણી
Jamnagar News : જામનગરમાં રણજીતનગર હુડકોમાં જર્જરિત મકાનની દીવાલ ધસી પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે મનપાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.તે સિવાય ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં એક જુનવાણી જોખમી બંધ મકાન નો હિસ્સો પણ એસ્ટેટ શાખાની ટુકડીએ સલામતીના ભાગરૂપે દૂર કર્યોજામનગરના રણજીતનગર વિસ્તારમાં આજે સવારે એક મકાન ની દીવાલ તુટી પડી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની કે નુકશાન થયું ન હતું.
આ અંગેની જાણ સબંધિત વિભાગને કરવામાં આવી હતી. આથી મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા ની ટીમ દોડી ગઇ હતી, અને કાટમાળ દૂર કરાયા છે. અને વધારાનું જર્જરિત બાંધકામ પણ તોડી પડાયું છે.માર્ગમાં કાટમાળ પડ્યો હોવા થી અવરજવર માટે તકલીફ પડી હતી.
જો કે પછી રસ્તો પણ ખુલ્લો કરાયો હતો.આ ઉપરાંત ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં કોકો બેંકની બાજુમાં એક જુનવાણી મકાન કે જેના માલિક બહારગામ રહે છે, અને મકાન લાંબા સમયથી બંધ અવસ્થામાં છે. જે જર્જરીત મકાન નો હિસ્સો પણ ધસી પડે તેમ હોવાથી સલામતીના ભાગરૂપે એસ્ટેટ શાખાની ટુકડીએ દૂર કર્યો છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત