Not Set/ KGF ચેપ્ટર 2 નો રોકી ભાઇ વર્ષો પહેલા ટિકિટ બારી પર ખરાબ રીતે થયો હતો ફ્લોપ..

સુપરસ્ટાર યશે કેજીએફમાં રોકીનું પાત્ર ભજવ્યું હતું આ ફિલ્મથી યશ સુપરસ્ટાર બની ગયો છે, પરંતુ 10 વર્ષ પહેલા જ્યારે યશે રોકીની ભૂમિકા ભજવી હતી ત્યારે ચાહકોને તે પસંદ નહોતો આવ્યો, પરંતુ તેની ફિલ્મ ટિકિટ બારી પર ફ્લોપ થઈ ગઈ હતી

Trending Entertainment
14 1 1 KGF ચેપ્ટર 2 નો રોકી ભાઇ વર્ષો પહેલા ટિકિટ બારી પર ખરાબ રીતે થયો હતો ફ્લોપ..

KGF ચેપ્ટર 2 ની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને હવે તે રાહ પૂરી થઈ ગઈ છે. કારણ કે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં પણ રેકોર્ડ બનાવ્યો હતો અને હવે ફિલ્મ રિલીઝ થયા બાદ પણ શો હાઉસફુલ જઈ રહ્યો છે. સુપરસ્ટાર યશે કેજીએફમાં રોકીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મથી યશ સુપરસ્ટાર બની ગયો છે, પરંતુ 10 વર્ષ પહેલા જ્યારે યશે રોકીની ભૂમિકા ભજવી હતી ત્યારે ચાહકોને તે પસંદ નહોતો આવ્યો, પરંતુ તેની ફિલ્મ ટિકિટ બારી પર ફ્લોપ થઈ ગઈ હતી.

KGF ચેપ્ટર 1 ફેમ યશની ફિલ્મ રોકી 2008માં રિલીઝ થઈ હતી. જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ત્યારે રોકી બનેલા યશ લોકો પર એ છાપ છોડી શક્યા ન હતા અને લોકોને ફિલ્મ પસંદ પડી ન હતી.જેથી ફિલ્મ ટિકિટ બારી પર કંઈ ખાસ બતાવી શકી ન હતી અને ફ્લોપ થઈ હતી. આ દક્ષિણ ભારતીય ફિલ્મ હતી જે કન્નડમાં બની હતી. આ ફિલ્મ 5 કરોડમાં બની હતી જેમાં બિયાંકા દેસાઈ, જય જગદીશ, રમેશ ભટ્ટ અને સંતોષ મુખ્ય ભૂમિકામાં હતા.

યશની રોકી ફિલ્મ ભલે 2008માં ફ્લોપ રહી, પરંતુ બરાબર 10 વર્ષ પછી તેણે પડદા પર ધમાલ મચાવી. ફિલ્મ KGF ચેપ્ટર 1 વર્ષ 2018 માં રિલીઝ થઈ હતી અને તે જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મે યશને રાતોરાત મોટો સ્ટાર બનાવી દીધો. ખાસ વાત એ હતી કે આ ફિલ્મમાં પણ તેના પાત્રનું નામ રોકી હતું પરંતુ આ વખતે રોકી ફ્લોપ ન થયો પરંતુ દરેકના દિલનો રાજા બની ગયો.