Rohan bopanna/ રોહન બોપન્નાએ ઇતિહાસ રચ્યો, મિયામી ઓપન મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું

ભારતના રોહન બોપન્નાએ ટેનિસ કોર્ટ પર શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે મળીને મિયામી ઓપન 2024માં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે.

Top Stories Breaking News Sports

નવી દિલ્હીઃ ભારતના રોહન બોપન્નાએ ટેનિસ કોર્ટ પર શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. બોપન્નાએ તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે મળીને મિયામી ઓપન 2024માં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં બોપન્ના અને એબ્ડેને ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને અમેરિકાના ઓસ્ટિન ક્રાજીસેકને 6-7 (3), 6-3, 10-6થી હરાવ્યો હતો. બોપન્ના-એબડેન પ્રથમ સેટ હારી ગયા હતા, પરંતુ તે પછી બંનેએ જોરદાર વાપસી કરીને ટાઇટલ જીત્યું હતું.

44 વર્ષના રોહન બોપન્નાનું આ 26મું મેન્સ ડબલ્સ ટાઇટલ હતું. તેણે મિયામી ઓપનમાં પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. જો જોવામાં આવે તો બોપન્ના એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી છે. બોપન્નાએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો. બોપન્નાએ ગયા વર્ષે ઈન્ડિયન વેલ્સમાં ડબલ્સ ટાઈટલ જીતીને આ શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો.

બોપન્ના-એબ્ડેને મિયામી ઓપનની સેમી ફાઇનલમાં સ્પેનના ગ્રેનોલર્સ અને આર્જેન્ટિનાના ઝેબાલોસની જોડી સામે 6-1, 6-4થી જીત મેળવી હતી. બીજી સેમિફાઇનલમાં, ઇવાન ડોડિગ અને ઓસ્ટિન ક્રાજીસેકે કેવિન ક્રેવેત્ઝ અને ટિમ પુટ્ઝની જર્મન જોડીને 6-4 6-7(7) 10-7થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

રોહન બોપન્ના ફરી નંબર-1 બન્યો

દુબઈ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં હાર અને ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સના રાઉન્ડ-32માંથી બહાર થવાને કારણે રોહન બોપન્ના ડબલ્સ રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગયો હતો. પરંતુ મિયામી ઓપનમાં જીત બાદ તે ફરી નંબર-1 ખેલાડી બનવા જઈ રહ્યો છે. સોમવારે તે સત્તાવાર રીતે ડબલ્સ રેન્કિંગમાં નંબર-1 બની જશે. ઓસ્ટ્રેલિયા ઓપન જીત્યા બાદ પણ રોહન બોપન્ના નંબર-1 રહ્યો. બોપન્ના એટીપી રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચનાર સૌથી વૃદ્ધ ખેલાડી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IPL 2024/LSG VS PBKS : લખનૌએ પંજાબને 21 રનથી હરાવ્યું,

આ પણ વાંચો: IPL 2024/સનરાઇઝર્સ હૈદરાબાદની મુશ્કેલી વધી, સ્ટાર ખેલાડી ટૂર્નામેન્ટમાંથી થઇ શકે છે બહાર

આ પણ વાંચો: RCB vs KKR/RCB vs KKR Live: કોલકાતાએ બેંગલુરુને 7 વિકેટે હરાવ્યું