Rohan Gavaskar Statement: સાઉથ આફ્રિકા સામે 3 ટી20 મેચની સિરીઝ બાદ ભારતીય ટીમે 3 મેચની વનડે સિરીઝ પણ રમવાની છે. આ સિરીઝમાં તમામ યુવા ખેલાડીઓને તક મળશે કારણ કે મોટા ભાગના સિનિયર ખેલાડીઓ ટી20 સિરીઝ પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોહન ગાવસ્કરે ભારતીય બેટ્સમેન શુભમન ગિલના વખાણ કરતા કહ્યું છે કે, જો તેને સારી તક મળશે તો તે પોતાની પ્રતિભાનો ભરપૂર દેખાડો કરશે.
શુભમન ગિલે અત્યાર સુધી 11 ટેસ્ટમાં 30.47ની એવરેજથી 579 રન બનાવ્યા છે. ગિલ આ અઠવાડિયે કાઉન્ટી ક્રિકેટમાં ગ્લેમોર્ગન માટે પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી (119) બનાવી હતી. ગાવસ્કરે એક ઈવેન્ટમાં કહ્યું કે તેમના મિત્ર અને પૂર્વ ક્રિકેટર અમોલ મુઝુમદારે તેમને સૌપ્રથમ શુભમન વિશે જણાવ્યું હતું જ્યારે તેઓ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં કોચ હતા.
ગાવસ્કરે કહ્યું, “મેં એક સુપરસ્ટાર જોયો છે. તે ચોક્કસપણે ભારત માટે રમશે. મને લાગે છે કે શુભમન ભારત માટે દરેક ફોર્મેટમાં રમશે. તેણે વ્હાઈટ બોલની ક્રિકેટમાં તેની પ્રતિભા બતાવી છે. રેડ બોલની ક્રિકેટમાં તેના આંકડા ઘણા સારા છે. જો તે સારી તકો મળશે તો તે આ પ્રતિભાનું સંપૂર્ણ પ્રદર્શન કરશે.”
હાલમાં જ ભારતીય બેટ્સમેન શુભમન ગિલ પણ કાઉન્ટી ક્રિકેટમાં ચમક્યો છે. મંગળવારે ગ્લેમોર્ગન તરફથી રમતા, તેણે સસેક્સ સામે આકર્ષક 119 રન બનાવ્યા, જે કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન II માં તેની પ્રથમ સદી છે. ટીમ ઈન્ડિયાના ઉભરતા સ્ટાર શુભમન ગિલે આજે સવારે પોતાની ઈનિંગને 91 રન સુધી લંબાવી અને બીજા દિવસની આઠમી ઓવરમાં ડાબા હાથના ફાસ્ટ બોલર સીન હંટ પર બે રન લઈને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 8મી સદી પૂરી કરી. 23 વર્ષીય ભારતીય બેટ્સમેને ઓફ સ્પિનર જેક કાર્સનના હાથે કેચ પકડતા પહેલા 139 બોલ રમ્યા, જેમાં 16 ચોગ્ગા અને બે સ્કાય હાઈ સિક્સર ફટકારી.
આ પણ વાંચો: Black Cocaine/ બ્લેક કોકેઈન જપ્ત કરવામાં આવ્યો હોય તેવો આ પહેલો કિસ્સો, NCB એ કરી કમાલ