બોલિવૂડના જાણીતા સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ ટૂંક સમયમાં ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળશે. કોમેડી કિંગ કપિલ શર્માના શોને લગતો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં રોહનપ્રીત સિંહ નેહા કક્કરને પ્રોપ્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે નેહા કક્કર કપિલ શર્માને કહી રહી છે કે, “મમ્મી રોહુના દિવાના છે. તેઓ કહે છે કે નેહુ કરતા વધુ સારી રોહુની સ્માઈલ છે. નેહુ મને તો રોહુ ખૂબ ગમે છે.”
જોકે, નેહાના શબ્દોને કાપ્યા પછી રોહનપ્રીત સિંહે કહ્યું કે તમારું સ્મિત સારું છે. આ પછી રોહનપ્રીત સિંહે નેહા કક્કર માટે ‘મિલે હો તુમ હમકો’ ગીત ગાયું. નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના આ સુંદર વીડિયો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેમનો પ્રતિસાદ આપી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે 26 ઓક્ટોબરના રોજ દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. નેહા અને રોહનપ્રીતનાં રોકથી લઈને સગાઈ, મહેંદી, સંગીત અને હલ્દીના ફોટા ખૂબ વાયરલ થયા હતા. લગ્ન પહેલા નેહા અને રોહનપ્રીતનું ગીત નેહુ દા બ્યાહ પણ રિલીઝ થયું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…