T20WC2024: ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ટોસ થયો ત્યારે એવી ઘટના બની કે રોહિતને જોઈને બધા હસવા લાગ્યા. વાસ્તવમાં વરસાદને કારણે ટોસ મોડો થયો, પરંતુ જ્યારે બંને કેપ્ટન ટોસ માટે મેદાનમાં આવ્યા ત્યારે રોહિત શર્મા ભૂલી ગયો કે સિક્કો ક્યાં છે. રોહિતે સિક્કો ઉછાળવાનો હતો અને જ્યારે રવિ શાસ્ત્રીએ તેને સિક્કો ઉછાળવાનું કહ્યું ત્યારે ‘હિટમેન’ તેના ખિસ્સામાં સિક્કો શોધતો જોવા મળ્યો હતો.
Rohit Sharma says where is the coin? Coin is inside his pocket. 🤣🔥
– A typical Rohit moment! pic.twitter.com/KsTsmCPsKj
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2024
શું છે મામલો?
રવિ શાસ્ત્રીએ ખૂબ જ ઊંચા અવાજમાં બોલીને ભારત-પાકિસ્તાન મેચનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. રોહિત શર્મા ભૂલી ગયો હતો કે તેણે સિક્કો પોતાના ખિસ્સામાં રાખ્યો હતો. રોહિતે પહેલા મેચ રેફરી તરફ હાથ ફેલાવ્યો કેમકે તેને એમ હતું કે મેચરેફરી તેને સિક્કો આપશે, પરંતુ વાસ્તવમાં સિક્કો રોહિત શર્માના જમણા ખિસ્સામાં હતો. રોહિત પોતે પણ હસવા લાગ્યો, આ બધું જોઈને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પણ હસવા લાગ્યા. ઠીક છે, જ્યારે રોહિતે સિક્કો ઉછાળ્યો, ત્યારે બાબર આઝમે હેડ બોલાવીને ટોસ જીત્યો અને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું. પણ ટોસ માટેનો સિક્કો ભૂલી ગયેલો રોહિત મેચ જીતવાનું ભૂલ્યો ન હતો.
આ પણ વાંચો: પાક સામે વિજયના ફક્ત 8 ટકા જ ચાન્સવાળી મેચ ભારતે જીતી
આ પણ વાંચો: IND vs PAK: મેચમાં વિરાટ કોહલી જલ્દી આઉટ થવા થતાં કેમ ખુશ થઈ અનુષ્કા શર્મા, જુઓ પ્રતિક્રિયા
આ પણ વાંચો: બુમરાએ રિઝવાનની ઝડપેલી વિકેટ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ
આ પણ વાંચો: બુમરા-હાર્દિક સામે ઘૂંટણિયે પડ્યું પાક., સળંગ બીજો પરાજય